મુંબઇઃ બૉલીવુડના સ્ટાર અમિતાભ બચ્ચને કોરોનામાં લૉકડાઉનના સમયે ગરીબોની મદદ કરવાનુ શરૂ કરી દીધુ છે. બીગ બીએ ગુરુવારથી ગરીબો અને મજૂરો માટે ખાવા-પીવાની વ્યવસ્થામાં મદદ શરૂ કરી છે.

77 વર્ષી બીગ બીએ હવે ગરીબો માટે 2000 ખાવાના પેકેટ્સનું વિતરણ શરૂ કર્યુ છે, બચ્ચન મુંબઇના કેટલાક વિસ્તારોમાં લંચ અને ડિનરનુ પેકેટ્સ વહેંચશે. આ ઉપરાંત બીગ બી મહિના સુધીનો જરૂરિયાતના સામાનની 3000 બેગ્સ પણ લોકો સુધી પહોંચાડવાના છે.

પોતાના બ્લૉગમાં બચ્ચને લખ્યુ- ખાનગી રીતે 2000 ખાવાના પેકેટ્સ લંચ અને ડિનર માટે શહેરની અલગ અલગ જગ્યાઓ પર દરરોજ વહેંચવામાં આવી રહ્યાં છે. આની સાથે જ લગભગ 3000 મોટી બેગ્સને પહોંચાડવાનો સિલસિલો પણ ચાલી રહ્યો છે. આનાથી લગભગ 12000 લોકોનુ પેટ ભરાશે.



અમિતાભ બચ્ચને ખુદ આ વાત પર કહ્યું કે, આ એક મુશ્કેલ ટાસ્ક છે, ભગવાનનો આભાર, હાલના મુશ્કેલ સમયમાં પણ સ્વયંસેવકો બહુજ મહેનત કરી રહ્યાં છે. તેઓ ધ્યાન રાખે બધુ બરાબર થયા, આ એક બહુજ મુશ્કેલ ટાસ્ક છે. પણ લાઇનો પણ દિવસે દિવસે વધી રહી છે.

નોંધનીય છે કે, અમિતાભ બચ્ચને આ પહેલા એક શોર્ટ ફિલ્મ બનાવીને લોકોને ઘરમાં રહેવા, સુરક્ષિત રહેવા અપીલ કરી હતી.