આ સિવાય બિગ બી ઓલ ઈન્ડિયા ફિલ્મ એમ્પલોય કોરફ્રિરડેશન સાથે સંકળાયેલા દૈનિક વેતન મેળવનારા શ્રમિકોના એક લાખ પરિવારોને માસિક રાશન પણ પહોંચાડી રહ્યાં છે.
અમિતાભે સમાજ સેવાની આ વાત પોતાના બ્લોગના માધ્યમથી જણાવી છે. તેમણે કહ્યું કે, શહેરના વિભિન્ન સ્થળે બપોરે અને સાંજનું ભોજન મારા તરફથી દરરોજ બે હજાર પેકેટ આપવામાં આવી રહ્યાં છે. તેમણે જણાવ્યું કે, મોટાભાગનું ભોજન હાજી અલી દરગાહ, માહિમ દરગાહ, બાબુલનાથ મંદિર, બાંદ્રામાં ઝુપડપટ્ટી અને શહેરના આંતરિક વિસ્તારોમાં સ્થિત કેટલીક ઝુપડપટ્ટીમાં વિતરણ કરવામાં આવી રહ્યું છે.
બીગ બીએ કહ્યું કે લોકડાઉનના કારમે પરિવહનની સમસ્યાના કારણે જેટલું અમે કરવા માંગીએ છે તેટલું કરવું મુશ્કેલ છે. એક સામાન લઈ જનાર વાહન આવશ્યક પેકેજના 50થી 60 બેગ લઈ જઈ શકે છે. તેથી ત્રણ હજાર પેકેજ લઈ જવા માટે અન્ય વાહનોની જરૂર પડે છે. સમસ્યા વાહનની નથી પરંતુ એક સ્થળે થી અન્ય સ્થળે આવવા જવાની છે.