જૂનાગઢ: બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનનો ગુજરાત સાથે વર્ષો જુનો સંબંધ છે. ગુજરાતના પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે તેમણે કુછ દિન તો ગુજારીએ ગુજરાત મે અભિયાનમાં કામ કર્યું હતું. આ અભિયાનના શૂટિંગ માટે તેઓ ઘણીવાર ગુજરાત આવ્યા હતા. હવે ફરી મેગા સ્ટાર ગુજરાત આવી રહ્યા છે. સામે આવેલી વિગતો અનુસાર જૂનાગઢના ભવનાથ ખાતે આવેલા ગોરખનાથ આશ્રમ ખાતે અમિતાભ બચ્ચન મુલાકાત લેશે. 26 તારીખે તેઓ ગુજરાત આવે તેવી માહિતી સામે આવી છે. ગોરખનાથ આશ્રમ ખાતે અમિતાભ બચ્ચન શેરનાથ બાપુના આશીર્વાદ લેશે. જો કે આશ્રમ તરફથી હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી. આજે સાંજ સુધીમાં કાર્યક્રમ અંગે માહિતી જાહેર કરાઈ તેવી શક્યતા છે.
Laal Singh Chaddhaના ખરાબ પ્રદર્શનથી નિરાશ થયો આમિર
આમિર ખાનની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' બૉક્સ ઑફિસ પર્ફોર્મન્સના સંદર્ભમાં અપેક્ષાઓ પર ખરી ના ઉતરી અને ખરાબ રીતે પીટાઈ ગઈ છે. આમિરની આ ફિલ્મ પણ બોયકોટ બોલિવૂડના ટ્રેન્ડમાં આવી હતી. મહત્વનું છે કે, આમિર ખાને આ ફિલ્મને ત્રણ વર્ષનો લાંબો સમય આપ્યો હતો. આવી સ્થિતિમાં ફિલ્મ પીટાઈ જાય એટલે આમિર નિરાશ થાય તે સ્વાભાવિક છે. દરમિયાન નવું અપડેટ આવ્યું છે કે, આમિર બે મહિનાનો બ્રેક લઈને અમેરિકા જઈ રહ્યો છે.
એક અહેવાલ અનુસાર, નવા પ્રોજેક્ટ પર કામ શરૂ કરતાં પહેલાં આમિરને પોતાના મગજને શાંત કરવા માટે બે મહિનાનો સમય મળશે. 'લાલ સિંહ ચઢ્ઢા' માટે દર્શકોનો પ્રતિસાદ આમિર માટે હૃદયદ્રાવક રહ્યો છે. હવે આવા વાતાવરણ વચ્ચે આમિરે બે મહિના માટે અમેરિકા જવાનું નક્કી કર્યું છે. તેને ક્વોલિટી ટાઈમ વિતાવવાનો મોકો મળશે. આ સાથે જ આમિર 'લાલ સિંહ ચઢ્ઢા'ને આંતરરાષ્ટ્રીય સ્તરે રિલીઝ કરવા પણ વિચાર કરીશે. આમિરની 'લાલ સિંહ ચઢ્ઢા' હોલીવુડની હિટ ફિલ્મ 'ફોરેસ્ટ ગમ્પ'ની હિન્દી રિમેક હતી. આમાં કરીના કપૂર ઉપરાંત સાઉથ સ્ટાર નાગા ચૈતન્યની પણ મહત્વની ભૂમિકા છે. જોકે, બોક્સ ઓફિસ પર રિલીઝના પહેલા જ દિવસથી આ ફિલ્મને ઠંડો પ્રતિસાદ મળ્યો હતો. અત્યાર સુધી તે બે અઠવાડિયામાં માત્ર 56 કરોડની કમાણી જ કરી શકી છે.
આમિરની આગામી ફિલ્મ સ્પોર્ટ્સ ડ્રામા હશે
આમિર ખાનની આગામી ફિલ્મ વિશે વાત કરીએ તો, તે એક સ્પોર્ટ્સ ડ્રામા હશે, જેનું નિર્દેશન આરએસ પ્રસન્ના કરશે. આરએસ પ્રસન્નાએ અગાઉ 'શુભ મંગલ જ્યાદા સાવધાન' બનાવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આમિરની નવી ફિલ્મ 2018ની સ્પેનિશ ફિલ્મ 'કેમ્પિયોન' (Campeone)ની હિન્દી રિમેક છે. આ સ્પેનિશ ફિલ્મ કેમ્પિયોન તે વર્ષે ઓસ્કાર માટે પણ નોમિનેટ થઈ હતી અને તે સ્પેનમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી.
આ પણ વાંચોઃ
Gujarat Assembly Elections: વજુભાઈ વાળા સાથે આ દિગ્ગજ નેતાએ બંધ બારણે મુલાકાત કરતા રાજકારણ ગરમાયું
Arvind Kejriwal Gujarat Visit: ગુજરાતમાં સરકારી નોકરીને લઈને કેજરીવાલે બહાર પાડ્યું કેલેન્ડર, 10 લાખ લોકોને મળશે નોકરી
Gujarat Election : કેજરીવાલનો ધડાકોઃ બહુ જલદી CR પાટીલને હટાવાશે
Gujarat Election 2022 : હવે AAPએ કયા બે સરકારી વિભાગોને લઈ કરી મોટી જાહેરાત?
Gujarat Rain : ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી, મધ્ય ગુજરાતમાં પડશે ભારે વરસાદ
BWF World Championships: સાઇના નેહવાલની વિજયી શરૂઆત, હોંગકોંગની ખેલાડીને હરાવી