Gujarat Assembly Elections: વિધાનસભાની ચૂંટણીને લઈને દરેક રાજકીય પાર્ટીએ કમરકસી છે. કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓએ હાલમાં ગુજરાતમાં ધામા નાખ્યા છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રના ભાજપના રાજકારણને લઇને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા ચૂંટણીમાં સક્રિય થાય તેવા સંકેત સામે આવ્યા છે. રાષ્ટ્રીય મહાસચિવ બી.એલ. સંતોષે વજુભાઈ વાળા સાથે તેમના નિવાસસ્થાને બેઠક કરતા રાજકારણ ગરમાયું છે. 


રાજકોટમાં રાણીગાવાડીની બેઠક પૂર્ણ કરી બીએલ સંતોષ વજુભાઇને મળવા ગઈકાલે મોડી સાંજે પહોંચ્યા હતા. બીએલ સંતોષ સાથે વી.રત્નાકર અને સાંસદ વિનોદ ચાવડા આ બેઠકમાં હાજર રહ્યા હતા. વિધાનસભાની ચૂંટણી લઈને પણ ચર્ચા થઈ હોવાની ચર્ચા છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં વજુભાઈ વાળાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કૃષ્ણ સાથે સરખાવ્યા હતા. રાજકોટમાં બંધ બારણે મળેલી વજુભાઈ સાથેની બેઠક રાજકીય રીતે ચર્ચાનો વિષય બની છે.


કેજરીવાલનો ધડાકો


દિલ્લીના મુખ્યમંત્રી અને આપના નેતા અરવિંદ કેજરીવાલે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને લઈને એક મોટું ટ્વીટ કર્યું છે. જેને કારણે ગુજરાતનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. તેમણે ટ્વીટ કર્યું છે કે, ગુજરાતમાં ભાજપ આમ આદમી પાર્ટીથી ખૂબ જ ડરી ગઈ છે. સૂત્રો પ્રમાણે, બહુ જલદી ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને હટાવાઈ શકે છે. શું ભાજપા આટલી બધી ડરી ગઈ છે?


હવે AAPએ કયા બે સરકારી વિભાગોને લઈ કરી મોટી જાહેરાત?









તેમણે આપના નેતા અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના હવાલાથી ટ્વીટ કર્યું છે કે, ગુજરાત રાજ્ય પરિવહન નિગમ તેમજ હોમગાર્ડસના તમામ કર્મચારીઓની સમસ્યાનું આમ આદમી પાર્ટીની સરકાર બનવાના 1 મહિનાની અંદર જ નિરાકરણ લાવીશું!