Anant Radhika Wedding: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન ધામધૂમથી સંપન્ન થયા હતા. આ ભવ્ય લગ્નમાં ઘણા સેલેબ્સ સામેલ થયા હતા. આ દરમિયાન ફિલ્મ સ્ટાર્સે જોરશોરથી ડાન્સ કર્યો હતો. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં પીઢ અભિનેતા રજનીકાંતે પણ શાનદાર ડાન્સ કર્યો હતો.
રજનીકાંતે એકલા હાથે મહેફીલ લૂંટી લીધી હતી. વાયરલ થયેલા વીડિયોમાં રજનીકાંત બોલિવૂડ એક્ટર અનિલ કપૂર સાથે પરંપરાગત પોશાકમાં ડાન્સ કરી રહ્યા છે. બંને દિગ્ગજ કલાકારોએ 'ગલ્લા ગુડિયા' ગીત પર ડાન્સ કરીને દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. નેટીઝન્સ રજનીકાંતના ડાન્સ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.
રજનીકાંતે ધમાકેદાર ડાન્સ કર્યો
તમે આ પહેલા રજનીકાંતને આ સ્ટાઈલમાં ડાન્સ કરતા ભાગ્યે જ જોયા હશે. એક તરફ 67 વર્ષના અનિલ કપૂર અને બીજી બાજુ 73 વર્ષના રજનીકાંત હતા. રજનીકાંતે પોતાના ડાન્સ મૂવ્સથી વાતાવરણની ગરમી વધારી દીધી હતી. તેના ફેન્સને તેની સ્ટાઈલ ખૂબ જ પસંદ આવી રહી છે.
રજનીકાંત પરિવાર સાથે પહોંચ્યા હતા
અંબાણી પરિવારના આમંત્રણ પર રજનીકાંત તેમના પરિવાર સાથે અનંત અને રાધિકાના લગ્નનો ભાગ બન્યા હતા. આ દરમિયાન રજનીકાંત ટ્રેડિશનલ ડ્રેસ લુંગીમાં જોવા મળ્યા હતા. ફેન્સ પણ તેના લુકના વખાણ કરી રહ્યા છે.
અનંત-રાધિકાના લગ્ન વર્લ્ડ જિયો સેન્ટરમાં થયા હતા
તમને જણાવી દઈએ કે અનંત અને રાધિકાએ મુકેશ અંબાણીના વર્લ્ડ જિયો સેન્ટરમાં શાહી અંદાજમાં લગ્ન કર્યા હતા. આ લગ્નમાં દેશી-વિદેશી મહેમાનોએ હાજરી આપી હતી. બોલીવુડના ઘણા સેલેબ્સે ભાગ લીધો હતો જ્યારે ક્રિકેટ અને રાજકીય જગતની હસ્તીઓએ પણ લગ્નમાં હાજરી આપી હતી અને વર-કન્યાને આશીર્વાદ આપ્યા હતા.
આંતરરાષ્ટ્રીય હસ્તીઓ પણ આવી પહોંચી હતી
આ ભવ્ય લગ્નમાં માત્ર રાષ્ટ્રીય જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય હસ્તીઓએ પણ હાજરી આપી હતી. WWE રેસલર જોન સીના, અમેરિકન મોડલ કિમ કાર્દાશિયન તેની બહેન સાથે પહોંચ્યા હતા. 'કમ ડાઉન' ગીત ગાનારી સિંગર રીમાએ લગ્નમાં પરફોર્મ કર્યું હતું.