Ananya Panday: બૉલીવુડની યંગ એક્ટ્રેસ અનન્યા પાંડેના રિલેશનશીપને લઇને છેલ્લા કેટલાય સમયથી ચર્ચાઓ જોર પકડ્યું છે, હવે આ બધાની વચ્ચે અનન્યા પાંડેના અફેર પર તેને ખુદ મૌન તોડ્યુ છે. હાલમાં જ અનન્યા પાંડેએ એક ઈન્ટરવ્યૂ દરમિયાન ડેટ લાઈફ વિશે સવાલોના જવાબો આપ્યા હતા.


અભિનેત્રી અનન્યા પાંડેનું અફેર સ્ટાર એક્ટર આદિત્ય રૉય કપૂર સાથે ચાલી રહ્યું હોવાની વાત સામે આવી છે. આ ચર્ચાઓ બૉલીવૂડમાં લાંબા સમયથી ચાલી રહી છે. બંને અનેકવાર એકસાથે સ્પૉટ પણ થયા છે, જે બાદ દરેક વ્યક્તિ અનુમાન લગાવી રહી છે કે આદિત્ય અને અનન્યા રિલેશનશિપમાં છે. જોકે, આજ સુધી કોઈપણ અભિનેતા કે અભિનેત્રીએ આ અફવાઓ પર પ્રતિક્રિયા આપી નથી, પરંતુ કોઈએ તેનો ઇનકાર પણ કર્યો નથી. આવામાં હાલમાં જ એક ઈન્ટરવ્યૂ દરમિયાન અનન્યાએ પોતાની ડેટિંગ લાઈફ વિશે મૌન તોડ્યુ છે.


આ તાજેતરના ઈન્ટરવ્યૂમાં જ્યારે અનન્યાને આદિત્ય સાથેની ડેટિંગની અફવાઓ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેને ચૂપ રહેવું વધુ સારું માન્યું. પરંતુ અનન્યા પાંડેએ ફેન્સની ઉત્સુકતા વિશે કંઈક કહ્યું, જે ખૂબ જ રમુજી હતું. અભિનેત્રીએ કહ્યું, 'જિજ્ઞાસુ હોવું સારી વાત છે, લોકોએ અનુમાન લગાવતા રહેવું જોઈએ કે હું કોને ડેટ કરી રહી છું.' જોકે, અભિનેત્રીને આ સમયે પોતાની ડેટિંગ લાઇફ કરતાં પોતાની પ્રૉફેશનલ લાઇફ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું યોગ્ય લાગે છે. અનન્યા પાંડેના આવા જવાબ બાદ ફેન્સ કયાસ લગાવી રહ્યાં છે કે, અનન્યા પાંડે પોતાનાથી 13 વર્ષ મોટા એક્ટરના પ્રેમમાં પડી છે, અત્યારે અનન્યા પાંડેની ઉંમર 24 વર્ષની છે, તો વળી, આદિત્ય રૉય કપૂરની ઉંમર 37 વર્ષની છે, આમ અનન્યાથી આદિત્ય રૉય કપૂર 13 વર્ષ મોટો છે. પાછલા વર્ષોમાં તેની ફિલ્મો સતત ફ્લૉપ રહી છે, જે અનન્યા માટે આગળ જતા મુશ્કેલીમાં મુકાઈ શકે છે.


અનન્યાના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેત્રી આગામી 'ડ્રીમ ગર્લ 2'માં જોવા મળશે. 'ડ્રીમ ગર્લ 2'માં તેની સાથે આયુષ્માન ખુરાના લીડ રૉલમાં છે. આ સાથે અનન્યા પાસે 'ખો ગયે હમ કહાં' પણ છે, જેમાં તે સિદ્ધાંત ચતુર્વેદી સાથે સ્ક્રીન સ્પેસ શેર કરતી જોવા મળશે.


 


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial