The Kapil Sharma Show Latest Episode: આ વખતે કપિલ શર્માના શોમાં પ્રખ્યાત શાયર અને લિરિસ્ટ આવ્યા છે. શો દરમિયાન  કપિલ શર્મા સલમાનના ઉલ્લેખ કરતા જોવા મળ્યાં હતા અને  સલમાન ખાનના  લગ્ન કેમ ન થઇ શક્યા તેનો ખુલાસો કર્યાં હતો.


ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ લિરિસ્ટ આ વખતે શોના ગેસ્ટ બન્યા,  જ્યાં કપિલ શર્મા સાથે બધાએ ખૂબ જ મસ્તી કરી હતી. આ  શોમાં અઝહર ઈકબાલ, મેહશર આફ્રિદી, સૈયદ કાદરી, ફૈઝ અનવર, એએમ તુરાજ અને શબ્બીર અહેમદ આવ્યા હતા.


આ દરમિયાન કપિલે શબ્બીરે અહેમદને કહ્યું કે,  આપે  સલમાન ખાન માટે ઘણા ગીતો લખ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે, એટલા માટે જ તેમના લગ્ન નથી થઇ શક્યા કારણ કે  તમે જ  હંમેશા તેમની સાથે રહો છો. સૈયદ કાદરી માટે, કપિલે કહ્યું કે  યૂથ માટે આપે ગીતો બહુ લખ્યા છે. હોઠ તેરે..પ્યાસા દિલ મેરા, સર આટલી તરસ આવી ક્યાંથી જેના જવાબમાં  સૈયદ કાદરીએ કહ્યું- હું રાજસ્થાનનો છું, તેથી મને ખૂબ તરસ લાગે છે. તો મસ્તીમા કપિલે કહ્યું કે તો ભીગે હોઠ તેરે લખી શક્યા હોત




સપનાએ  શબ્બીર  સંગ લગાવ્યા ઠુમકા


આ જ શોમાં અઝહર ઈકબાલે પોતાની સામે બેઠેલી અર્ચના પુરણ સિંહને આપા કહીને બોલાવી તો  આ દરમિયાન કપિલે જ્યારે ‘આપા’ નો અર્થ પૂછ્યો તો તેણે કહ્યું કે આપનો અર્થ બહેન છે. આવી  દરમિયાન કપિલ શર્માએ અર્ચના પુરણ સિંહની ખૂબ  મજાક ઉડાવી, બાદ , કૃષ્ણ અભિષેકે પણ ગીતકારને ખૂબ  હસાવ્યા. સપના બનીને  સ્ટેજ પર પહોંચેલા કૃષ્ણા અભિષેકે શબ્બીર અહેમદ સાથે જોરદાર ડાન્સ કર્યો હતો. આ વિડીયોને શેર કરતા કેપ્શનમાં કૃષ્ણાએ લખ્યું છે કે, આ ડાન્સ જોઇને આપનો  હાસ્યનો ક્વોટા પૂરો થઈ જશે.