અનન્યા પાંડે અને ઈશાન ખટ્ટર વચ્ચેના રિલેશનશિપના સમાચાર ઘણા સમયથી વાયરલ થઈ રહ્યા હતા. જો કે બન્નેએ ક્યારેય તેમના સંબંધો વિશે કોમેન્ટ નથી કરી. જો કે હવે એવા અહેવાલો આવી રહ્યા છે કે બન્ને વચ્ચે બ્રેક અપ થઈ ગયું છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે બન્નેએ પોતાના 3 વર્ષ જુના સંબંધોનો અંત લાવવાનું નક્કી કર્યું છે.


ખાલી પીલીથી સંબંધોની શરૂઆત થઈ હતી


બન્નેએ પહેલીવાર ખાલી પીલીમાં સાથે કામ કર્યું હતું અને કહેવાય છે કે ત્યાંથી જ બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. ત્યારથી આ બન્ને એક બીજાને ડેટ કરી રહ્યા હતા. તેઓ ઘણીવાર સાથે જોવા મળ્યા હતા. એવું પણ કહેવાય છે કે નવું વર્ષ પણ બન્નેએ સાથે મનાવ્યું હતું, જેના માટે બન્ને માલદીવ ગયા હતા પરંતુ હવે બન્નેના બ્રેકના સમાચારથી સૌને આંચકો લાગ્યો છે.


બન્નેની સહમતીથી થયું બ્રેક અપ


મીડિયા રિપોર્ટ પ્રમાણે તેમનું બ્રેક અપ બન્નેની સહમતીથી થયું છે. બન્નેએ એક સાથે નક્કી કર્યું કે તેઓ માત્ર સારા મિત્રો રહેશે અને આ સંબંધને અહીં જ પૂર્ણ કરવામાં આવે. સાથે તેમણે એમ પણ નક્કી કર્યું છે કે જો તેમને આગામી સમયમાં સાથે ફિલ્મ ઓફર થાય છે તો તેઓ સાથે કામ કરવાથી અચકાશે નહીં.


 શાહિદ કપૂરના બર્થ ડે પર એક સાથે જોવા મળ્યા હતા


નોંધનિય છે કે બ્રેક અપના એક મહિના પહેલા જ તેઓ શાહિદ કપૂરના બર્થ ડે પર એક સાથે જોવા મળ્યા હતા. તેમની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ હતી. ત્યારે સૌને એવું લાગ્યું હતું કે અનન્યાને માત્ર ઈશાન જ નહીં પરંતુ સમગ્ર પરિવાર અપનાવી ચૂક્યો છે. જો કે તાજેતરમાં જ ઈશાનની માતાએ પણ અનન્યાને પોતાના પરિવારનો ભાગ ગણાવી હતી.