Ananya Panday Wishes Aditya Roy Kapur: આદિત્ય રોય કપૂર આજે પોતાનો 38મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. અભિનેતાએ ફિલ્મ 'લંડન ડ્રીમ્સ' થી ઇન્ડસ્ટ્રીમાં તેની કારકિર્દીની શરૂઆત કરી હતી, પરંતુ તેને વાસ્તવિક ઓળખ 'આશિકી 2' થી મળી હતી, પરંતુ આજ સુધી તેને તે સ્થાન મળ્યું નથી જે તે શોધી રહ્યો હતો.


અભિનેતા  તેની ફિલ્મો કરતાં તેના અંગત જીવન માટે વધુ હેડલાઇન્સમાં રહે છે. આ દિવસોમાં તે તેની ગર્લફ્રેન્ડ અનન્યા પાંડેને ડેટ કરી રહ્યો છે, જે તેના કરતા 13 વર્ષ નાની છે.  અભિનેતા આદિત્ય રોય કપૂરનો આજે જન્મદિવસ છે. આ ખાસ અવસર પર અનન્યાએ તેને સોશિયલ મીડિયા પર શુભેચ્છા પાઠવી છે.


અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂર રિલેશનશિપમાં છે તે કોઈનાથી છુપાયેલુ નથી. અનન્યાએ તેની ઈન્સ્ટા સ્ટોરી પર આદિત્યનો ફોટો શેર કર્યો છે અને તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. ફોટો શેર કરતી વખતે તેણે લખ્યું, હેપ્પી બર્થ ડે એડી. હાર્ટ ઇમોજી પણ બનાવ્યું છે.



તાજેતરમાં, અનન્યા પાંડે અને સારા અલી ખાન ફિલ્મ નિર્માતા કરણ જોહરના શો કોફી વિથ કરણ સીઝન 8 ના એપિસોડમાં સાથે જોવા મળ્યા હતા. આ સમય દરમિયાન, સારાએ  ઈશારાઓમાં કપલના સંબંધ વિશે સત્તાવાર પુષ્ટિ કરી હતી.


તમને જણાવી દઈએ કે, આ બંનેની લવ સ્ટોરી કરણ જોહરે કોફી વિથ કરણ 7માં એક વાતચીતમાં જાહેર કરી હતી. તમને જણાવી દઈએ કે, અનન્યા પાંડેએ તેનો 25મો જન્મદિવસ માલદીવમાં બોયફ્રેન્ડ આદિત્ય રોય કપૂર સાથે સેલિબ્રેટ કર્યો હતો.






ધનતેરસના ખાસ અવસર પર અભિનેત્રીએ તેના ચાહકો સાથે એક સારા સમાચાર શેર કર્યા હતા અને કહ્યું છે કે તેણે નવું ઘર ખરીદ્યું છે. તેણે પોતાના નવા ઘરમાં પૂજા કરતા તેનો વીડિયો શેર કર્યો હતો અને કેપ્શનમાં લખ્યું હતું કે, "મારું પોતાનું નવું ઘર, લોકોના પ્રેમ અને પ્રાર્થનાને કારણે આ શક્ય બન્યું છે."


અનન્યા પાંડેના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે જલ્દી જ ફિલ્મ 'ખો ગયે હમ કહાં'માં જોવા મળશે.