Anil Kapoor Asked Crores For Welcome 3: કોમેડીથી ભરપૂર ફિલ્મ 'વેલકમ' 2007માં રિલીઝ થઈ હતી.  જેને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી. જે બાદ ફિલ્મની સિક્વલ 'વેલકમ બેક' વર્ષ 2015માં રિલીઝ થઈ હતી. અનિલ કપૂર અને નાના પાટેકરે ફિલ્મમાં 'મજનૂ' અને 'ઉદય'ની ભૂમિકા ભજવી હતી અને આ જોડીએ દર્શકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી હતી.


2007માં 'વેલકમ'માં અક્ષય કુમાર પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યો હતો, પરંતુ તે 'વેલકમ બેક'માં જોવા મળ્યો ન હતો અને તેના સ્થાને જ્હોન અબ્રાહમને લેવામાં આવ્યો હતો.  'વેલકમ 3' ધમાલ કરવા માટે તૈયાર છે અને ફરી એકવાર અક્ષય કુમાર ફિલ્મમાં જોવા મળશે પરંતુ આ વખતે મજનૂ અને ઉદયની જોડી જોવા મળશે નહીં.


મજનુના રોલ માટે અનિલ કપૂરે માંગ્યા 18 કરોડ!


'વેલકમ'ની સિક્વલ ફિલ્મનું નામ 'વેલકમ ટુ ધ જંગલ' રાખવામાં આવ્યું છે. આ ફિલ્મ ક્રિસમસ 2024 પર રિલીઝ થવાની છે. આ વખતે અનિલ કપૂર અને નાના પાટેકર ફિલ્મમાં જોવા નહી મળે કારણ કે બંને રિપ્લેસ કરવામાં આવશે. બોલિવૂડ હંગામાના અહેવાલ મુજબ, અનિલ કપૂરે મજનુના પાત્ર ભજવવા માટે 18 કરોડ રૂપિયાની મોટી ફીની માંગણી કરી હતી, ત્યારબાદ તેને રિપ્લેસ કરવામાં આવ્યો અને હવે તેનો રોલ અરશદ વારસી ભજવશે. 


આ અભિનેતા નાના પાટેકરની જગ્યા લેશે


તમને જણાવી દઈએ કે ફિલ્મમાં ઉદયના રોલમાં નાના પાટેકરને લોકોએ પસંદ કર્યો હતો. પરંતુ આ વખતે તેઓ પણ ફિલ્મમાંથી દૂર રહેશે. 'વેલકમ ટુ ધ જંગલ'માં તેની જગ્યાએ સંજય દત્ત દેખાશે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ અનિલને લાગ્યું કે મજનૂ વગર  વેલકમ નહીં થઈ શકે અને અક્ષય કુમારની વાપસી સાથે ફિલ્મ હિટ થઈ જશે. તેને લાગ્યું કે આ ફિલ્મ 300 કરોડથી ઓછી કમાણી નહીં કરે અને તેથી જ તે આટલી ફીનો હકદાર છે. 


અનિલ કપૂર વેલકમ ફ્રેન્ચાઇઝીમાંથી બહાર નીકળી ગયો


સૂત્રએ એ પણ જણાવ્યું કે જ્યારે ફિલ્મ નિર્માતા ફિરોઝ નડિયાદવાલાએ અનિલ કપૂરને તેની ફી ચૂકવવાનો ઇનકાર કર્યો હતો, ત્યારે તેણે પોતે જ ફિલ્મની ફ્રેન્ચાઇઝીમાંથી પોતાને બહાર કરી લીધો હતો. વેલકમ ફિલ્મ દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી. આ ફિલ્મમાં અનિલ કપૂર અને નાના પાટેકરની સુપરહિટ જોડીને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. હવે ટૂંક સમયમાં આ ફિલ્મનો ત્રીજો ભાગ આવશે.