Anirudh Ravichander-Kavya Maran Wedding: મ્યુઝિક કમ્પોઝર અનિરુદ્ધ રવિચંદ્રન છેલ્લા ઘણા સમયથી પોતાની અંગત જિંદગીને લઈને ચર્ચામાં છે. કાવ્યા મારન સાથેના તેમના સંબંધોની ચર્ચા પણ ખૂબ થઈ રહી હતી. આવી સ્થિતિમાં હવે કપલે પોતાના સંબંધો પર સત્તાવાર મહોર લગાવી દીધી છે. બંને લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. અનિરુદ્ધની નવી નવેલી દુલ્હનિયા સાથે લગ્નની પહેલી તસવીર પણ સામે આવી ગઈ છે.
હકીકતમાં, અનિરુદ્ધ રવિચંદ્રને લગ્ન બાદ કાવ્યા મારન સાથેની પહેલી તસવીર શેર કરી છે. મ્યુઝિક કમ્પોઝરે કાવ્યા સાથે લગ્નની તસવીર શેર કરવાની સાથે પ્રેમભરી નોટ પણ લખી છે. તેમના લગ્નની તસવીર સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે.
અનિરુદ્ધે કાવ્યા સાથે શેર કરી લગ્નની પહેલી તસવીરમ્યુઝિક કમ્પોઝર અનિરુદ્ધ રવિચંદ્રને કાવ્યા મારન સાથેની લગ્નની પહેલી તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીર શેર કરવાની સાથે જ તેમણે લખ્યું, 'મારી જિંદગીની એ એક ક્ષણ, જે જીવનભર માટે છે.' આ સાથે તેમણે તારીખ પણ લખી છે, '11.11'.
આ ઉપરાંત કાવ્યા મારન અને અનિરુદ્ધના લુકની વાત કરીએ તો મ્યુઝિક કમ્પોઝર સાઉથ ઇન્ડિયન સ્ટાઇલમાં જોવા મળી રહ્યો છે. તે શેરવાનીમાં નજરે પડી રહ્યો છે. બીજી તરફ, અનિરુદ્ધના કપડાં સાથે કાવ્યાએ પણ મેચિંગ કર્યું છે. કાવ્યા ગોલ્ડન પીચ કલરના લહેંગામાં જોવા મળી રહી છે. બંનેની જોડી ખૂબ જ સુંદર લાગી રહી છે અને તેમના ચહેરા પર લગ્નની ખુશી સ્પષ્ટપણે જોવા મળી રહી છે.
અહેવાલો અનુસાર, કપલનું ભવ્ય રિસેપ્શન 21 નવેમ્બરે ચેન્નાઈમાં યોજાશે. આ રિસેપ્શનમાં રાજકારણથી લઈને સિનેમા જગત સુધીની અનેક મોટી હસ્તીઓને આમંત્રણ આપવામાં આવશે તેવી માહિતી છે. તેમના લગ્નમાં રજનીકાંત પણ પહોંચ્યા હતા.
સોશિયલ મીડિયા પર અભિનંદનનો વરસાદઅનિરુદ્ધ રવિચંદ્રન અને કાવ્યા મારનના લગ્નની તસવીર સામે આવ્યા બાદ લોકો તેના પર ખૂબ જ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ચાહકો તો અભિનંદન આપી જ રહ્યા છે, સાથે સેલિબ્રિટીઓ પણ પાછળ રહ્યા નથી. તેમાં એટલી કુમાર, સામંથા, પૂજા હેગડે, સૌંદર્યા રજનીકાંત, લક્ષ્મી મંચુ અને અમાન મલિક સહિતના અન્ય સેલિબ્રિટીઓનાં નામ સામેલ છે, જેમણે નવદંપતીને લગ્નની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે.
અનિરુદ્ધ રવિચંદ્રન અને કાવ્યા મારન વિશેઅનિરુદ્ધ રવિચંદ્રનની વાત કરીએ તો તેઓ આજના સમયમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી વધુ ફી લેનારા મ્યુઝિક કમ્પોઝર્સમાંના એક છે. તેમણે તમિલ સિનેમામાં અનેક મોટી હિટ ફિલ્મોમાં સંગીત આપ્યું છે. તેમણે વર્ષ 2023માં શાહરુખ ખાનની ફિલ્મ 'જવાન'થી હિન્દી સિનેમામાં ડેબ્યૂ કર્યું હતું. તેઓ લતા રજનીકાંતના ભાણેજ છે. લતા રજનીકાંતનાં બે સંતાનો ઐશ્વર્યા અને સૌંદર્યા છે, જેઓ અનિરુદ્ધનાં પિતરાઈ ભાઈ-બહેન છે.
હવે કાવ્યા મારન વિશે વાત કરીએ તો તેઓ ફિલ્મ નિર્માતા અને ઉદ્યોગપતિ કલાનિધિ મારનની દીકરી છે. તેઓ IPL ફ્રેન્ચાઇઝી સનરાઇઝર્સ હૈદરાબાદનાં CEO પણ છે. આ ઉપરાંત તેઓ સન ટીવી નેટવર્કનાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પણ છે, જેના માલિક તેમના પિતા છે.
