મુંબઇઃ કોરોના વાયરસ દેશમાં સતત વધી રહ્યો છે, કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે, સ્થિતિ કાબુની બહાર જઇ રહી છે. જેથી સરકાર હવે વધુને વધુ કડક પગલાં ભરી રહી છે. હવે સરકારે ટીવી એક્ટ્રેસના આખા એપાર્ટમેન્ટને સીલ કરી દીધુ છે.

રિપોર્ટ છે કે, ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડેના પાડોશીને કોરોના પૉઝિટીવ આવતા સરકારે એક્ટ્રેસની આખી બિલ્ડિંગને મુંબઇ બીએમસી અને પોલીસે સીલ કરી દીધી છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે જે એપાર્ટમેન્ટમાં એક્ટ્રેસ અંકિતા લોખંડે રહેતી હતી, ત્યા તેની બાજુમાં એક વ્યક્તિને કોરોના પૉઝિટીવ આવ્યો હતો. જેના કારણે તંત્રએ આખી બિલ્ડિંગની સીલ કરવાનો નિર્ણય લીધો હતો. આ બિલ્ડિંગમાં મોટી મોટી હસ્તીઓ પણ રહે છે.

આ એપાર્ટમેન્ટમાં અંકિતા લોખંડે ઉપરાંત અશિતા ધવન, નતાશા શર્મા, મિશ્કત વર્મા સહિતા સેલેબ્સ રહે છે.



રિપોર્ટ એવા છે કે જે વ્યક્તિનો કોરોના રિપોર્ટ પૉઝિટીવ આવ્યો છે, તેની ટ્રાવેલ હિસ્ટ્રી સ્પેનથી ભારતમાં આવવાની છે. પહેલા નેગેટિવ હતો બાદમાં 12 દિવસ પછી કોરોનાના લક્ષણો દેખાવવાના શરૂ થયા હતા.