Drishyam Franchise Remake To Be In Korea: અજય દેવગણ અને તબુ સ્ટારર 'દ્રશ્યમ'ને બીજી મોટી સફળતા મળી છે. હવે 'દ્રશ્યમ' ફ્રેન્ચાઈઝી દેશની સાથે વિદેશમાં પણ પગ મુકવા જઈ રહી છે. ખૂબ જ ટૂંક સમયમાં આ શ્રેષ્ઠ મૂવી સિરીઝ દક્ષિણ કોરિયામાં રીમેક કરવામાં આવશે. ભારતીય ફિલ્મ માટે આ બહુ સન્માનની વાત છે.

Continues below advertisement

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જાહેરાત

હવે દક્ષિણ કોરિયન ભાષામાં 'દ્રશ્યમ' ફિલ્મની ફ્રેન્ચાઈઝીની સત્તાવાર રીમેક બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફ્રાન્સમાં ચાલી રહેલા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં આની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, દક્ષિણ કોરિયાના દર્શકો માટે આ ફિલ્મમાં કેટલાક ફેરફારો પણ કરવામાં આવશે. ભારતીય પ્રોડક્શન કંપની પેનોરમા સ્ટુડિયો અને વોર્નર બ્રોસના ભૂતપૂર્વ સ્થાનિક કોરિયન હેડ જય ચોઈના એન્થોલોજી સ્ટુડિયો આ રિમેક માટે સંમત થયા છે. આ સાથે 'પેરાસાઇટ' એક્ટર સોંગ કાંગ-હો અને ડિરેક્ટર કિમ જી-વૂને કોરિયન રિમેક માટે ભાગીદારી કરી છે.

Continues below advertisement

કુમાર મંગતે ખુશી વ્યક્ત કરી હતી

ફિલ્મના નિર્માતા કુમાર મંગતે પોતાની ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, 'દ્રશ્યમ' ફ્રેન્ચાઈઝી કોરિયનમાં બની રહી છે તેનાથી હું ઘણો ઉત્સાહિત છું. આ પહેલી હિન્દી ફિલ્મ છે જે કોરિયનમાં બનવા જઈ રહી છે. આ ફિલ્મથી હિન્દી સિનેમાને વિશ્વ સ્તરે મજબૂત ઓળખ મળશે. જો કે છેલ્લા ઘણા સમયથી અમે કોરિયન મૂવીઝથી પ્રેરિત છીએ, અને હવે તેઓ પણ અમારી એક મૂવીથી પ્રેરિત થયા છે. ભારતીય ફિલ્મ જગત માટે આનાથી મોટી સિદ્ધિ શું હોઈ શકે.

જે ચોઈ પણ ઉત્સાહિત છે

આ પ્રસંગે જે ચોઈ પણ ઉત્સાહિત થઈ ગયા અને કહ્યું, 'કોરિયન સિનેમાની મૌલિકતાને જાળવી રાખીને વ્યાપકપણે સફળ હિન્દી ફિલ્મની રિમેક કરવા માટે અમે રોમાંચિત છીએ. કોરિયા અને ભારત વચ્ચેના પ્રથમ મોટા સહ-નિર્માણ તરીકે આ રિમેક વધુ મહત્વ ધરાવે છે. અમારી ભાગીદારી દ્વારા, અમે ભારતીય અને કોરિયન સિનેમા બંનેમાંથી શ્રેષ્ઠને પડદા પર લાવવા અને એક અર્થપૂર્ણ રિમેક બનાવી શકીશું જે મૂળ ફિલ્મ જેટલી જ શાનદાર હશે.'

ફિલ્મ વિશે

'દ્રશ્યમ'નો પહેલો ભાગ નિર્દેશક નિશિકાંત કામતે ડિરેક્ટ કર્યો હતો. આ ફિલ્મમાં અજય દેવગણ અને તબુએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. ફિલ્મની વાર્તા 'વિજય સલગાંવકર' એટલે કે અજય દેવગનની આસપાસ ફરે છે, જેની સામાન્ય જિંદગીમાં એક ઘટના છે. જે પછી તેની આખી દુનિયા વિખેરાઈ જાય છે. તે પોતાના પરિવારને બચાવવા માટે બને ત્યાં સુધી જાય છે.