President Election 2022: ગઈકાલે જ ભારતના રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાઈ ગઈ. NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ અને UPAના ઉમેદવાર યશવંત સિન્હાએ રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી લડી છે. રાષ્ટ્રપતિ પદની ચૂંટણીનું પરીણામ હજી સુધી આવ્યું નથી. પરંતુ એ પહેલાં ઉત્સાહમાં આવીને બોલીવુડ અભિનેતા અનુપમ ખેરે ટ્વીટ કર્યું હતું અને NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને રાષ્ટ્રપતિ તરીકે જાહેર કર્યા હતા. જો કે, અનુપમ ખેરના આ ટ્વીટ બાદ લોકોએ તેમને ટ્રોલ પણ કર્યા છે. ઉલ્લેખનીય છે કે, આ ચૂંટણીમાં મતગણતરી 21 જુલાઈએ થશે અને 25 જુલાઈએ નવા રાષ્ટ્રપતિ શપથ લેશે. 


ભાજપ સહિતની પાર્ટીઓના સમુહ NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ ચૂંટણી પહેલાં જ વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હા કરતાં આગળ હોવાનું દેખાઈ રહ્યું છે. ઘણા લોકોએ ભવિષ્યવાણી પણ કરી છે કે, દ્રૌપદી મુર્મૂ જંગી લીડ સાથે રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી જશે. જો કે, બોલીવુડ અભિનેતા અનુપમ ખેરે ટ્વીટ કરીને દ્રૌપદી મુર્મૂની જીતની જાહેરાત કરી દીધી છે. તેમણે ટ્વીટ કરતાં લખ્યું કે, છેલ્લા ઘણા દિવસોથી મારા મગજમાં એક વાક્ય વારંવાર ગુંજી રહ્યું છે. વિચાર્યું કે ચાલો આજે લખી દઉ! " હું ભારતનો નાગરિક વિનમ્રતાપૂર્વક દ્રૌપદી મુર્મૂજીને ભારતના રાષ્ટ્રપતિ જાહેર કરુ છું." જય હિંદ!




સોશિયલ મીડિયા પર થયા ટ્રોલઃ
પોતાના આ ટ્વીટના કારણે, અનુપમ ખેર સોશિયલ મીડિયા પર ટ્રોલ્સના નિશાના પર આવી ગયા હતા. એક યુઝરે આ ટ્વીટની કોમેન્ટમાં લખ્યું કે, "હા જરુર.. અને ભારતીય વોટર હોવાના નાતે ખુદને RBIના ગવર્નર પણ જાહેર કરી દો". અન્ય એક યુઝરે કોમેન્ટ કરતાં કહ્યું કે, "સાયકલની સવારી કરી રહ્યા છો ને.. કે પેટ્રોલ - ડિઝલ UPA સરકાર કરતાં સસ્તું થઈ ગયું?... તમે મોટા વક્તા છો ને, હિંમત હોય તો જવાબ આપજો."