મુંબઈ:  શાહરૂખ ખાનની નવી ફિલ્મ જવાને બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. એટલી દ્વારા નિર્દેશિત આ ફિલ્મે પ્રથમ દિવસે જ જબરદસ્ત કલેક્શન કર્યું હતું. આ સિવાય રવિવારે એક જ દિવસમાં સૌથી વધુ કલેક્શન પણ નોંધાવ્યું હતું. આ ફિલ્મમાં નયનતારા, વિજય સેતુપતિ અને દીપિકા પાદુકોણ મુખ્ય ભૂમિકામાં છે.


ફિલ્મનો ક્રેઝ હવે માત્ર ચાહકોમાં જ નહીં પરંતુ ફિલ્મ સ્ટાર્સમાં પણ જોવા મળ્યો  છે. જ્યારે સોમવારે સાંજે અક્ષય કુમારે જવાનની પ્રશંસા કરી હતી, ત્યારે રાત્રે અભિનેતા અનુપમ ખેરે પણ ફિલ્મ વિશે એક પોસ્ટ શેર કરી હતી.






શાહરૂખ ખાનને શુભેચ્છા પાઠવવા માટે અનુપમ ખેર પણ સ્ટાર્સના ગ્રુપમાં સામેલ થયા હતા. મારા પ્રિય શાહરુખ! દર્શકો સાથે તમારી ફિલ્મ “જવાન” જોઈને હું હમણાં જ અમૃતસરથી પાછો ફર્યો છું. આનંદ થયો. એક્શન, પિક્ચરનો સ્કેલ, તમારી સ્ટાઈલ અને પરફોર્મન્સ ખૂબ જ સારું છે.


એકાદ-બે જગ્યાએ તો મે સિટી પણ મારી ! ફિલ્મ સૌને ગમી. સમગ્ર ટીમ અને લેખક/નિર્દેશકને અભિનંદન. જ્યારે હું મુંબઈ પાછો આવીશ, ત્યારે હું ચોક્કસપણે તમને ગળે લગાવીશ.   


આ ફિલ્મની સ્ટાર કાસ્ટ 


'જવાન' એક પિતા-પુત્રની સ્ટોરી છે જેમાં સામાજિક અને રાજકીય મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે. ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે નયનતારા મુખ્ય અભિનેત્રીની ભૂમિકામાં છે, જેણે પોલીસની ભૂમિકા ભજવી છે. 'જવાન'માં પ્રિયમણી, રિદ્ધિ ડોગરા અને સાન્યા મલ્હોત્રાએ પણ મહત્વની ભૂમિકાઓ ભજવી છે. આ સિવાય ફિલ્મમાં દીપિકા પાદુકોણ પણ એક કેમિયો છે.  


પહેલા દિવસે જવાને વિશ્વભરમાં 129 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું અને બીજા દિવસે તેણે 102 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.  જવાન ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. પહેલા દિવસથી જ જવાન ઘૂમ મચાવી રહી છે. લોકોમાં આ ફિલ્મને લઈને એટલો ક્રેઝ છે કે શરૂઆતથી સારી કમાણી કરી રહી છે.  આ જવાને શરૂઆતના દિવસોથી ઘણા રેકોર્ડ તોડ્યા છે.