Jawan Box Office Collection: શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન' માત્ર ભારતમાં જ નહીં વિદેશમાં પણ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ દરરોજ નવા રેકોર્ડ બનાવી રહી છે અને અગાઉની ફિલ્મોના રેકોર્ડ તોડી રહી છે. આ દરમિયાન 'જવાન'એ અમેરિકામાં પણ નવો રેકોર્ડ બનાવ્યો છે અને ટોપ 5 ફિલ્મોની યાદીમાં સામેલ થઈ ગઈ છે.


'જવાન'એ અમેરિકામાં વીકેન્ડમાં સૌથી વધુ કમાણી કરનારી 5 ફિલ્મોની યાદીમાં સ્થાન મેળવી લીધું છે. આ યાદીમાં શાહરૂખ ખાનની ફિલ્મ ચોથા નંબર પર છે. ફિલ્મે પહેલા વીકએન્ડમાં 6.2 મિલિયન ડોલર એટલે કે 51.40 કરોડ રૂપિયાની કમાણી કરી છે. અહેવાલો અનુસાર, 'જવાન'એ અમેરિકન બોક્સ ઓફિસ પર શ્રેષ્ઠ ઓપનિંગ વીકેન્ડ કલેક્શન કર્યું છે. તમને જણાવી દઈએ કે એડવાન્સ બુકિંગમાં પણ ફિલ્મે સારી કમાણી કરી હતી.






આ ફિલ્મ 500 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે 


'જવાન' 7 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ ભારતમાં બોક્સ ઓફિસ પર એક પછી એક રેકોર્ડ તોડી રહી છે. 'જવાન'એ 300 કરોડથી વધુની કમાણી કરી છે. આ ફિલ્મ વર્લ્ડવાઈડ પણ 500 કરોડના ક્લબમાં સામેલ થઈ ગઈ છે. આ ફિલ્મે તેની રિલીઝના ચોથા દિવસે 80.01 કરોડ રૂપિયાની કમાણી કરીને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઈતિહાસ રચી દીધો છે. અત્યાર સુધી કોઈ ફિલ્મે એક દિવસમાં આટલું કલેક્શન કર્યું નથી.


આ ફિલ્મની સ્ટાર કાસ્ટ 


'જવાન' એક પિતા-પુત્રની સ્ટોરી છે જેમાં સામાજિક અને રાજકીય મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે. ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે નયનતારા મુખ્ય અભિનેત્રીની ભૂમિકામાં છે, જેણે પોલીસની ભૂમિકા ભજવી છે. 'જવાન'માં પ્રિયમણી, રિદ્ધિ ડોગરા અને સાન્યા મલ્હોત્રાએ પણ મહત્વની ભૂમિકાઓ ભજવી છે. આ સિવાય ફિલ્મમાં દીપિકા પાદુકોણ પણ એક કેમિયો છે.  


પહેલા દિવસે જવાને વિશ્વભરમાં 129 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું અને બીજા દિવસે તેણે 102 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.  જવાન ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. પહેલા દિવસથી જ જવાન ઘૂમ મચાવી રહી છે. લોકોમાં આ ફિલ્મને લઈને એટલો ક્રેઝ છે કે શરૂઆતથી સારી કમાણી કરી રહી છે.  આ જવાને શરૂઆતના દિવસોથી ઘણા રેકોર્ડ તોડ્યા છે.