મુંબઇઃ બૉલીવુડ એક્ટર અનુપમ ખેર આજકાલ ટ્વીટર પર ખુબ એક્ટિવ છે, લગભગ દરેક મુદ્દાઓ પર પોતાનો મત આપી રહ્યાં છે, હવે તેમને એક એવુ ટ્વીટ કર્યુ છે જેના પર ફેન્સ વિચારતા થઇ ગયા છે. અનુપમ ખેરનુ આ ટ્વીટ હાલ ખુબ વાયરલ થઇ રહ્યું છે.

તાજેતરમાં જ એક્ટર અનુપમ ખેરે ટ્વીટ કરીને લખ્યુ- "લહરો કો ખામોશ દેખકર, યે ના સમજના, કી સમંદર મેં રવાની નહીં હૈ, હમ જબ ભી ઉઠેંગે, તૂફાન બનકર ઉઠેંગે, બસ ઉઠને કી અભી, ઠાની નહીં હૈ."


અનુપમ ખેરના આ ટ્વીટ પર લોકો ખુબ કૉમેન્ટ કરી રહ્યાં છે, આ ઉપરાંત એક્ટરે બીજુ પણ એક ટ્વીટ કર્યુ છે.

અનુપમ ખેરે લખ્યુ છે- "હવા સે કહ દો, 'ખુદ' કો આજમા કે દિખાયે, બહુત ચિરાગ બુજાતી હૈ, એક જલા કે દિખાયે." હાલ સોશ્યલ મીડિયા પર અનુપમ ખેરના આ ટ્વીટ્સ જબરદસ્ત વાયરલ થઇ રહ્યાં છે.