મુંબઇઃ ભારતમાં ખુબજ ફેમસ બૉલીવુડ ફિલ્મ સીરીઝ 'ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ'ની નવમી ફિલ્મ 'ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ 9 (Fast and Furious 9): ધ ફાસ્ટ સાગા'નુ ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. ખાસ વાત છે કે, આ ફિલ્મમાં ડબલ્યૂ ડબલ્યૂ સુપરસ્ટાર જોન સીના એક્શન સ્ટન્ટ કરતો દેખાશે, જે ફેન્સ માટે ચોંકાવનારી વાત છે.

'ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ' ફિલ્મમાં જસ્ટિન લિન અને અભિનેતા વિન ડિઝલની સાથે સાથે ડબલ્યૂ ડબલ્યૂ ઇ સુપરસ્ટાર જોન સીનાએ કેટલાક એવા સીન શૂટ કર્યા છે, જે ફાઇટિંગ અને કાર રેસિંગના છે. આ સીન એકદમ નવા અંદાજમાં છે જેથી ફેન્સને પસંદ આવી શકે છે. 'ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ' ફિલ્મ આ વખતે ઇદ 2020ના તહેવારે રિલીઝ થવાની છે.



'ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ'માં જોન સીનાને જોવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી શકે છે, જેથી માની શકાય કે ભારતમાં આ ફિલ્મ ઇદ પર સલમાન ખાન અને અક્ષયને જોરદાર ટક્કર આપી શકે છે. કેમકે બન્ને સ્ટારની ફિલ્મ ઇદ 2020 પર રિલીઝ થઇ રહી છે.



મહત્વનુ છે કે, ભારતમાં 'ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ' સીરીઝની ફિલ્મો લોકોને ખુબ પસંદ આવી રહી છે, જેથી બૉક્સ ઓફિસ પર જોરદાર ટક્કર થઇ શકે છે. અહીં તેનુ ટ્રેલર પર પણ છે.