Anuradha Paudwal joins BJP: જાણીતા સિંગર અનુરાધા પૌડવાલની રાજકીય ઇનિંગ આજથી શરૂ થઈ છે. અનુરાધા આજે ભાજપમાં જોડાયા છે. તે એવા સમયે ભાજપમાં જોડાયા છે જ્યારે ચૂંટણી પંચ લોકસભા ચૂંટણીની જાહેરાત કરી રહ્યું છે. ચૂંટણી પંચ આજે કેટલાક રાજ્યોની વિધાનસભા ચૂંટણીની સાથે સામાન્ય ચૂંટણીની તારીખોની પણ જાહેરાત કરી રહ્યું છે. 


ભાજપમાં જોડાવા અંગે ગાયિકા અનુરાધા પૌડવાલે કહ્યું કે મને ખુશી છે કે હું સનાતન (ધર્મ) સાથે ઊંડો સંબંધ ધરાવતી પાર્ટીમાં જોડાઈ રહી છું. આજે હું ભાજપમાં જોડાઈ રહી છું એ મારું સૌભાગ્ય છે.


અનુરાધા પૌડવાલ 90ના દાયકાની હિટ સિંગર છે. અનુરાધા તેના ભક્તિ ગીતો માટે ખૂબ જ પ્રખ્યાત છે અને તે સમયે તેની લોકપ્રિયતા ચરમ પર હતી.  


7 તબક્કામાં યોજાશે લોકસભા ચૂંટણી



  • પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થશે. આ સમયગાળા દરમિયાન 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થશે. પ્રથમ તબક્કામાં લોકસભાની કુલ 102 બેઠકો પર મતદાન થશે.

  • બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે થશે. બીજા તબક્કામાં દેશના 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થશે. આ સમયગાળા દરમિયાન દેશમાં લોકસભાની 89 બેઠકો પર ચૂંટણી યોજાશે. ચૂંટણીના પરિણામો 4 જૂને આવશે.

  • ત્રીજા તબક્કામાં 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 94 લોકસભા બેઠકો પર મતદાન થશે. ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ થશે.

  • ચોથા તબક્કા હેઠળ 13 મેના રોજ મતદાન થશે. આ સમયગાળા દરમિયાન દેશના 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 96 લોકસભા બેઠકો પર મતદાન થશે.

  • પાંચમા તબક્કાનું મતદાન 20 મેના રોજ થશે. આ સમયગાળા દરમિયાન 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 49 લોકસભા બેઠકો પર મતદાન થશે. ચૂંટણીના પરિણામો 4 જૂને આવશે.

  • છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ મતદાન થશે. આ દિવસે દેશના સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 57 લોકસભા બેઠકો પર મતદાન થશે.

  • સાતમા અને છેલ્લા તબક્કાનું મતદાન 1 જૂને થશે. છેલ્લા તબક્કામાં 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થશે. આ દરમિયાન 57 લોકસભા સીટો પર મતદાન થશે.


દેશમાં કેટલા છે યુવા મતદારો


મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે દેશમાં 21.5 કરોડ 29 વર્ષ સુધીના યુવા મતદારો છે. પ્રથમ વખત 1.82 કરોડ મતદારો છે. આ તમામ લોકો પોતાનું ભવિષ્ય નક્કી કરવા માટે મતદાન કરશે. આ દેશમાં કુલ મતદારો 96.8 કરોડ છે. જેમાં 49.7 કરોડ પુરૂષો અને 47 કરોડ મહિલાઓ છે. 12 રાજ્યોમાં પુરુષો કરતા મહિલા મતદારોની સંખ્યા વધારે છે. 17 વર્ષથી વધુ ઉંમરના 13.4 લાખ નવા મતદારોની એડવાન્સ અરજીઓ અમારી પાસે આવી છે. આ એવા મતદારો હશે જે 1 એપ્રિલે 18 વર્ષની ઉંમર પૂર્ણ કરશે.