Aaliyah Kashyap Engagement With Boyfreind: પ્રખ્યાત ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપની દિકરી આલિયા કશ્યપ તેના બોલ્ડ લુકને કારણે ઘણી વાર ચર્ચામાં રહે છે. પરંતુ આ સમયે આલિયા કોઈ અન્ય કારણોસર ચર્ચામાં રહે છે. વાસ્તવમાં આલિયાએ તેના લાંબા સમયના વિદેશી બોયફ્રેન્ડ શેન ગ્રેગોઇરે સાથે આજે એટલે કે 20મી મેના રોજ સગાઈ કરી લીધી છે.






આલિયા કશ્યપે બોયફ્રેન્ડ સાથે સગાઈ કરી લીધી


આલિયા કશ્યપે પોતે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેન સાથેની તસવીરો શેર કરીને આ ખુશખબર આપી છે. આ તસવીરોમાંથી એક તસવીરમાં આ ક્યૂટ કપલ લિપ-લૉક કરતી જોવા મળી રહી છે અને બીજી તસવીરમાં આલિયા તેની એન્ગેજમેન્ટ રિંગ ફ્લોન્ટ કરી રહી છે. બંને તસ્વીરોમાં કપલની ખુશી જોવા મળી રહી છે. આલિયાની આ તસવીરો પર ચાહકો પણ ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે અને તેની સગાઈ માટે તેને અભિનંદન આપતા જોવા મળી રહ્યા છે. અનુરાગ કશ્યપની દિકરી આલિયા કશ્યપ તેના બોલ્ડ લુકને કારણે ઘણી વાર ચર્ચામાં રહે છે. 






આલિયાએ હૃદય સ્પર્શી કેપ્શન લખ્યું છે


આ સુંદર તસવીરો શેર કરતાં આલિયા કશ્યપે લખ્યું- 'તો આવુ થયું! મારા શ્રેષ્ઠ મિત્ર, મારા જીવનસાથી, મારા સોલમેટ અને હવે મારા મંગેતરને! તું જ મારા જીવનનો એકમાત્ર પ્રેમ છે. બિનશરતી પ્રેમ કેવો હોય છે તે દર્શાવવા બદલ આભાર.  આલિયા અને શેનની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.


જણાવી દઈએ કે આલિયા કશ્યપ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. જ્યાં તેણે સેન સાથે ઘણી વખત રોમેન્ટિક ફોટા શેર કર્યા છે. આલિયા ભલે ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર હોય પરંતુ તેની બોલ્ડનેસના કારણે ચર્ચામાં રહે છે. લાખો લોકો તેને  સોશિયલ મીડિયા પર ફોલો કરે છે. જે આલિયાની દરેક પોસ્ટની આતુરતાથી રાહ જુએ છે.