Esha Gupta Cannes Black Dress Price:  16 મેના ફ્રેન્ચ રિવરિયામાં શરૂ થયેલા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2023માં ઘણા બોલીવૂડ સેલેબ્સ રેડ કાર્પેટ પર ગ્લેમર સ્ટાઈલ બતાવી હતી. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ શરૂ થઈ ગયો છે. ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર બોલિવૂડની સુંદરીઓ પોતાની સ્ટાઈલનો જલવો ફેલાવી રહી છે.  માનુષી છિલ્લર, ઈશા ગુપ્તા, સારા અલી ખાન, મૃણાલ ઠાકુરે તેમની કાન્સ સ્ટાઈલથી ખૂબ ચર્ચા મેળવી છે. બીજી તરફ  2023 કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના બીજા દિવસે  ઈશા ગુપ્તાએ રેડ કાર્પેટ પર ધૂમ મચાવી હતી. અભિનેત્રીએ તેના ખૂબસૂરત બ્લેક બોડીકોન ડ્રેસમાં લોકોને દિવાના બનાવ્યા છે.  આવો જાણીએ આ ઇવેન્ટમાં ઈશા ગુપ્તાએ જે ડ્રેસ પહેર્યો હતો તેની કિંમત શું છે.    






ઈશા ગુપ્તા કાન્સના બીજા દિવસે બ્લેક ડ્રેસમાં લાઈમલાઈટ રહી હતી


કાન્સ ફેસ્ટિવલના બીજા દિવસે ઈશા ગુપ્તા બ્લેક  બોડીકોન ડ્રેસમાં જોવા મળી હતી. અભિનેત્રીના ડ્રેસમાં નેકલાઇન હતી. આ શાનદાર ડ્રેસમાં એક્ટ્રેસ ખૂબ જ હોટ લાગી રહી હતી. ઈશાનો આ શાનદાર લૂક સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.  ઈશાના  આ શાનદાર આઉટફિટના લોકો વખાણ કરી રહ્યા છે.    


ઈશાના કાન્સ ડે 2 ના બ્લેક ડ્રેસની કિંમત શું છે ? 


ગેલવાનની વેબસાઇટ પર ઈશા ગુપ્તાના કાન્સ ડે 2 આઉટફિટની કિંમત £1,295.00 છે. એટલે કે ભારતીય ચલણ પ્રમાણે ઈશાના આઉટફિટની કિંમત 1 લાખ 32 હજાર 883.83 રૂપિયા છે.   




કાન્સના રેડ કાર્પેટ પર એશા ગુપ્તા પણ ખૂબસૂરત લાગી રહી હતી


કાન 2023ની ઓપનિંગ સેરેમનીમાં પણ ઈશા ખૂબ જ  સુંદર લાગી રહી હતી. ઈશાનો આ અંદાજ ચાહકોને પસંદ આવ્યો છે.   


 


ફ્રેન્ચ મીડિયાએ ઉર્વશીને ઐશ્વર્યા સમજી બેઠયું હતું


કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાને ફ્રેન્ચ મીડિયાએ ઐશ્વર્યા રાય સમજીને ભૂલ કરી હતી. પાપારાઝીનો તે વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં પાપારાઝી ઉર્વશીને ઐશ્વર્યા કહીને બોલાવતા જોવા મળે છે. વીડિયોની ક્લિપમાં બતાવવામાં આવ્યું છે કે ઉર્વશી બુધવારે ફિલ્મ 'કાયબત્સુ'ના સ્ક્રીનિંગ માટે પહોંચી હતી. આ પ્રસંગે અભિનેત્રીએ રેડ કાર્પેટ પર નારંગી રંગનો રફલ ગાઉન પહેર્યું હતું. ભીડમાંથી કોઈએ 'ઐશ્વર્યા'ની બૂમો પાડી ત્યારે ત્યાં હાજર લોકોએ તેનું સ્વાગત કર્યું. ઐશ્વર્યાનું નામ સાંભળીને ઉર્વશી રૌતેલાએ પાછું ફરીને જોયું અને હસી પડી હતી.