બોલિવૂડ અભિનેતા અને ફેમસ ફિલ્મમેકર અરબાઝ ખાન આજે એટલે કે 24 ડિસેમ્બરે ફરી એકવાર દુલ્હા બનવા જઈ રહ્યા છે. અભિનેતા 56 વર્ષની ઉંમરે મેકઅપ આર્ટિસ્ટ શૌરા ખાન સાથે લગ્ન કરી રહ્યો છે. આ બંને દુલ્હા દુલ્હન અભિનેતાની બહેન અર્પિતા ખાનના બંગલામાં લગ્ન કરવા જઈ રહ્યા છે. જ્યાં હાલમાં જ શૌરા ખાન હિજાબ પહેરીને પહોંચી છે.
અરબાઝ ખાન ખૂબ જ જલ્દી શૌરા ખાન સાથે તેની બહેન અર્પિતા ખાનના ઘરે લગ્ન કરવા જઈ રહ્યો છે. આ પહેલા અરબાઝ અર્પિતાના ઘરે જોવા મળ્યો હતો. હવે દુલ્હન પણ લગ્ન સ્થળે પહોંચી ગઈ છે.
સુપરસ્ટાર સલમાન ખાનનો ભાઈ અરબાઝ ખાન 56 વર્ષની ઉંમરમાં બીજા લગ્ન કરવા જઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ તે મેકઅપ આર્ટિસ્ટ શૌરા ખાનને છેલ્લા કેટલાક સમયથી ડેટ કરી રહ્યો હતો. ત્યારબાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો. આજે એટલે કે 24મી ડિસેમ્બરે અરબાઝ ખાન અને શૌરા ખાન લગ્ન કરશે. ખાન પરિવારે આ માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે.
ખાન પરિવાર લગ્ન સ્થળ પર હાજર
અરબાઝ ખાનના લગ્નના તમામ ફંક્શન બહેન અર્પિતા ખાનના ઘરે યોજાશે. સલમાન ખાન પોતાના નાના ભાઈના લગ્નમાં હાજરી આપવા માટે લગ્ન સ્થળ પર પહોંચી ગયો છે અને ધીરે ધીરે આખો ખાન પરિવાર અરબાઝ અને શૌરાના લગ્નમાં હાજરી આપવા પહોંચી રહ્યો છે. અહેવાલો અનુસાર, પુત્રી રાશા સાથે રવિના ટંડન, પુત્ર સાથે સોહેલ ખાન, અરબાઝ ખાનનો પુત્ર અરહાન ખાન અને યુલિયા વંતુર શૌરા અને અરબાઝના લગ્નમાં હાજરી આપવા માટે સ્થળ પર પહોંચ્યા છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, અરબાઝ ખાન અને શૌરા ખાને અચાનક લગ્નનો નિર્ણય લઈ લીધો અને તેઓ તેને જલ્દી કરવા માંગતા હતા. અરબાઝ અને શૌરાની મુલાકાત ફિલ્મ પટના શુક્લા દરમિયાન થઈ હતી. બંનેએ તેમના સંબંધોને ખાનગી રાખ્યા હતા.