મલાઇકાએ ક્લિક કરી તસવીર તો ખુશ થયા અર્જુન કપૂર, જુઓ ફોટો શેર કરતા શું લખ્યું
એબીપી અસ્મિતા વેબ ટીમ | 13 Jan 2021 02:45 PM (IST)
બોલિવૂડ એકટર આજકાલ તેની લવ લાઇફને લઇને ચર્ચાંમાં છે.અર્જુન કપૂરે સોશિયલ મીડિયા પર એક તસવીર પોસ્ટ કરી છે. જેની આજે ચર્ચા થઇ રહી છે. આ તસવીરમાં અર્જુન એકલા જ છે. જેને મલાઇકા અરોરાએ ક્લિક કરી છે.
બોલિવૂડ:અર્જુન કપૂરે તસવીર પોસ્ટ કરતા લખ્યું છે કે, ‘Photo by her’ જેને લેઇને ફેન્સ ગેસ કરી રહ્યાં છે કે, આ તસવીર મલાઇકા એજ ક્લિક કરી હશે. એક્ટરે મલાઇકાને ટેગ કર્યો છે. તેના પરથી સ્પષ્ટ થાય છે કે,તેમની આટલી સારી તસવીર તેમની લેડી લવે જ ક્લિક કરી છે. આ પહેલા ન્યૂ ઇયર પર મલાઇકાએ અર્જુન કપૂરની સાથેની કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી. આ તસવીર સાથે તેમણે ફેન્સને નવા વર્ષની શુભકામના પાઠવી હતી. અરબાઝ ખાનથી જુદા થયા બાદ મલાઇકા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. પહેલા આ બંને સ્ટાર પૈપરાજીની સામે નજર ન હતા આવતા પરંતુ હવે તે સાથે સાથે જોવા મળે છે. બંનેએ ન્યૂ ઇયર પણ સાથે જ સેલિબ્રેટ કર્યું હતું. સોશિયલ મીડિયા પર બંનેએ વેકેશનની તસવીર પોસ્ટ કરી હતી.