મુંબઈ: મુંબઈ ક્રુઝ ડ્રગ્સ કેસમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને એક દિવસની એનસીબી કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. આવતીકાલે બપોરે 2.30 કલાકે સુનાવણી કોર્ટ નંબર 8 માં થશે. એડવોકેટ સતીશ માનશિંદેએ કહ્યું કે આર્યન ખાન પાસેથી કશું જ મળ્યું નથી. આર્યનને મહેમાન તરીકે બોલાવવામાં આવ્યો હતો. આજે રાત આર્યન ખાન સહિત ત્રણ આરોપીઓએ NCB ઓફિસમાં પસાર કરવી પડશે.



NCB એ 5 ઓક્ટોબર સુધી આર્યન ખાન સહિતના આરોપીઓની કસ્ટડી માંગી છે. NCB એ કહ્યું કે ચેટ દ્વારા તે ડીલરના સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું છે.


સૂત્રોના જણાવ્યા અનુસાર, જાણીતા વકીલ સતીશ માનશિંદે પકડાયેલા આરોપીઓનો કેસ લડશે. રિયા ચક્રવર્તીનો કેસ સતીશ માનશિંદેએ લડ્યો હતો. તે બોમ્બે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરે છે.


આ પહેલા  ક્રૂઝ પર ડ્ર્ગ્સ પાર્ટી મામલે અટકાયતમાં લેવાયેલા શાહરુખ ખાનના દિકરા આર્યન ખાનની એનસીબીએ ધરપકડ કરી હતી. ધરપકડ બાદ એનસીબીની ટીમ  તમામ આઠ લોકોને મેડિકલ માટે લઈ ગઈ હતી, જેમની ગત રાત્રે અટકાયત કરવામાં આવી હતી. મેડિકલ બાદ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.  અટકાયત કરવામાં આવેલા આઠમાંથી ત્રણ લોકોની એનસીબીએ સત્તાવાર રીતે ધરપકડ કરી છે.  



મુંબઈથી ગોવા જઈ રહેલા લક્ઝરી ક્રૂઝની ડ્રગ્સ પાર્ટી પર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)ની ટીમે પાડ્યા હતા. આ દરોડામાં શાહરૂખ ખાનના દીકરાની પૂછપરછ કરવામાં આવી હતી.   નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)ના મુંબઈના ડિરેક્ટર સમીર વાનખેડેએ શાહરૂખના દીકરા સહિત આઠ લોકોની પૂછપરછ કરાઈ રહી હોવાનું જણાવ્યું હતું. 


નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)ના મુંબઈના ડિરેક્ટર સમીર વાનખેડેએ આપેલી માહિતી પ્રમાણે શાહરૂખના દીકરા આર્યન ખાનની સાથે ત્રણ યુવતીની પણ પૂછપરછ કરાઈ હતી. આર્યન ખાન ઉપરાંત અરબાઝ મર્ચન્ટ, મુનમુન ધામેચા, નુપુર સારિકા, ઈસ્મિત સિંઘ, મોહક જસવાલ, વિક્રાન્ત ચોકર અમને ગોમિત ચોપરાની પૂછપરછ કરાઈ રહી છે એવો દાવો આ અહેવાલમાં કરાયો છે.  આ ઉપરાંત ક્રુઝના આયોજકોને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા.