Ashish Vidyarthi Second Marriage : બોલિવૂડમાં વિલનની ભુમિકા અદા કરતા પ્રખ્યાત અભિનેતા આશિષ વિદ્યાર્થિએ 60 વર્ષની ઉંમરે બીજા લગ્ન કર્યા છે. આશિષ વિદ્યાર્થિએ આસામની રહેવાસી રૂપાલી બરુઆ સાથે લગ્ન કર્યા છે. બંનેએ કોર્ટ મેરેજ કર્યા છે. તેની પોસ્ટ પર ફેન્સ અને સેલેબ્સ તરફથી અભિનંદનની વર્ષા પણ શરૂ થઈ ગઈ છે. અભિનેતાના લગ્નની તસવીરો પણ સોશિયલ મીડિયા પર સામે આવી છે, જેને જોઈને ફેન્સની પ્રતિક્રિયા પણ સામે આવી છે. ઈન્ટરનેટ પર આ તસવીરો સામે આવતા જ તે આગની જેમ ફેલાઈ ગઈ હતી.
આશિષ વિદ્યાર્થીની બીજી પત્ની રૂપાલી બરુઆ કોણ?
બોલિવૂડથી લઈને સાઉથ સુધી પોતાની એક્ટિંગ કૌશલ્ય દેખાડનાર લોકપ્રિય અભિનેતા આશિષ વિદ્યાર્થીએ 60 વર્ષની ઉંમરે આસામની રહેવાસી રૂપાલી બરુઆ સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. આશિષ વિદ્યાર્થીનું દિલ જીતનાર રૂપાલી બરુઆહ કોણ છે તે જાણવા માટે પણ ઉત્સુક બન્યા છે.
આશિષ વિદ્યાર્થિ અને રૂપાલી બરુહાના લગ્નમાં પરિવારના સભ્યો અને નજીકના મિત્રોએ હાજરી આપી હતી. 60 વર્ષની ઉંમરે ફરી લગ્ન કર્યા બાદ આશિષ વિદ્યાર્થીની ખુશીનો કોઈ પાર નથી. કોણ છે રૂપાલી બરુઆ અને આશિષ વિદ્યાર્થી તેને કેવી રીતે મળ્યો, ચાલો જાણીએ.
રૂપાલી બરુઆ આસામના ગુવાહાટીની રહેવાસી છે. કોલકાતામાં તેણીનો ફેશન સ્ટોર અને પોતાનો વ્યવસાય છે. રૂપાલી બરુઆએ તેની બે મિત્રો મેઘાલી અને નમિતા સાથે મળીને નેમેગ નામનું બુટિક અને કોલકાતામાં નરુમેગ નામનું કાફે ખોલ્યું છે. તે 32 હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલું છે.
કેવી રીતે થઈ હતી પહેલી મુલાકાત?
જ્યારે રૂપાલી બરુહા અને આશિષ વિદ્યાર્થિનીને પૂછવામાં આવ્યું કે, તેઓ પહેલીવાર કેવી રીતે મળ્યા અને તેઓ પ્રેમમાં કેવી રીતે પડ્યા? તો અભિનેતાએ કહ્યું હતું કે, આ એક લાંબી કહાની છે અને તે તેના વિશે કોઈક વાર જણાવશે. બીજી તરફ રૂપાલી બરુઆએ જણાવ્યું કે, તે અને આશિષ વિદ્યાર્થી થોડા સમય પહેલા મળ્યા હતા અને તેમના સંબંધોને આગળ વધારવાનો નિર્ણય કર્યો હતો.
આશિષ વિદ્યાર્થિએ પહેલા અભિનેત્રી પીલુ વિદ્યાર્થિ સાથે લગ્ન કર્યા હતા. બંનેને એક પુત્ર પણ છે, જેનું નામ વિદ્યાર્થિ છે. પીલુ વિદ્યાર્થિનું પહેલું નામ રાજોશી બરુઆહ છે. તે અભિનેત્રી અને ગાયિકા પણ છે. આશિષ વિદ્યાર્થી માત્ર એક્ટર જ નથી પણ યુટ્યુબર પણ છે. તેણે પોતાના એક વીડિયોમાં જણાવ્યું કે, દીકરાને એક્ટિંગમાં બિલકુલ રસ નથી. તેમના પુત્રને ગણિતમાં રસ છે અને તે તેમાં જ આગળ કંઈક કરવા માંગે છે.