Anurag Kashyap Help Sunny Leone : સની લિયોની આ દિવસોમાં કાન 2023માં ડેબ્યૂ કરવાને લઈને ચર્ચામાં છે. તેમની ફિલ્મ કેનેડી પ્રીમિયર માટે પસંદ કરવામાં આવી છે. કેનેડીને ભારતમાં તેની રજૂઆત પહેલા જ કાન જેવા આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર પ્રીમિયર કરવાની તક મળી હતી. આ દરમિયાન સની લિયોનીી સાથે ફિલ્મના અભિનેતા રાહુલ ભટ્ટ અને નિર્દેશક અનુરાગ કશ્યપ પણ હાજર હતા.


ડ્રેસ બન્યો સની માટે માથાનો દુ:ખાવો?


કેનેડીનું પ્રીમિયર કેન્સ 2023માં મધ્યરાત્રિના સ્ક્રિનિંગ દરમિયાન થયું હતું. સની લિયોનીે ઈવેન્ટમાં હાજરી આપવા માટે સુંદર શેમ્પેઈન ડ્રેસ પસંદ કર્યો હતો. લોગ સ્લિટ અને લોંગ ટ્રેલવાળા આ ગાઉનમાં અભિનેત્રી સુંદર લાગી રહી હતી. સની લિયોનીીએ એકદમ સેક્સી એવો હાઈ થાઈ કડ ડ્રેસ પહેર્યો હતો. જેનો પાછળનો ભાગ ખુબ જ લાંબો હતો. કેનેડીના પ્રીમિયરના કાન્સ 2023નો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં સની તેના ડ્રેસને લઈને થોડી મુશ્કેલીમાં જોવા મળી હતી, પરંતુ વચ્ચે અનુરાગે સામે ચાલીને આખો મામલો સંભાળ્યો હતો.






અનુરાગે સામે ચાલીને સની લીઓનીની બચાવી આબરૂ?


સની લિયોની, અનુરાગ કશ્યપ અને રાહુલ ભટ્ટ કાનની રેડ કાર્પેટ પર સાથે વોક કર્યું હતું. આ દરમિયાન, જ્યારે ત્રણેય પાપારાઝી માટે પોઝ આપવા માટે રોકાયા, ત્યારે સનીનો ડ્રેસ અચાનક જ હવામાં ઉડવા લાગ્યો હતો. સની લિયોનીને તેના ડ્રેસને સંભાળવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ જોઈ નજીકમાં જ ઉભેલો અનુરાગ કશ્યપ તરત જ આગળ આવ્યો હતો અને અભિનેત્રીની મદદ કરી હતી. અનુરાગે સની લિયોનીનો ઉડી રહેલો ડ્રેસ પકડી રાખ્યો હતો. જેથી સની લીઓની લગભગ ઑપ્સ મુમેંટનો શિકાર બનતા બનતા રહી ગઈ હતી. 


જો કે, જોરદાર પવને સની લિઓનીનો ડ્રેસ રીતસરનો ઉડાડ્યો હતો. પરંતુ સની લિયોના ડ્રેસને લઈ હાર નહોતી માની. સનીનો ડ્રેસ થોડા થોડા સમયે ઉડી જતો હતો. સની ડ્રેસને સંભાળવા ભારે મહેનત કરતી નજરે પડી હતી. જેને જોઈ અનુરાગ કશ્યપ સામે ચાલીને સનીની પાછળ ગયો હતો અને ડ્રેસને પકડી રાખી હવામાં ઉડતા રોક્યો હતો. એટલુ જ નહીં અનુરાગ સનીના ડ્રેસને સરખો કરતા પણ જોવા મળ્યો હતો. જેથી સનીને કેટલાક શાનદાર પોઝ આપવામાં મદદ મળી.




કેનેડીના પ્રીમિયરમાં કોણે હાજરી આપી હતી?


અનુરાગ કશ્યપ, સની લિયોની અને રાહુલ ભટ્ટની સાથે વિક્રમાદિત્ય મોટવાને, સુધીર મિશ્રા અને ફિલ્મના નિર્માતા કબીર આહુજા પણ કાન્સમાં કેનેડીના પ્રીમિયરમાં પહોંચ્યા હતા.