Ashish Vidyarthi Open Up On Being Troll: બોલિવૂડના ફેમસ એક્ટર આશિષ વિદ્યાર્થી આ દિવસોમાં ચર્ચામાં છે. આશિષ વિદ્યાર્થીએ ખાસ કરીને તેના બીજા લગ્નને લઈને ઘણી હેડલાઈન્સ બનાવી હતી. આશિષ વિદ્યાર્થીએ રૂપાલી બરુહા સાથે 60 વર્ષની ઉંમરે લગ્ન કર્યા છે. ત્યારથી તે ટ્રોલના નિશાના પર આવી ગયા છે. લોકોએ તેને બીજા લગ્ન માટે ન માત્ર ટ્રોલ કર્યો પરંતુ તેની ઉંમરની પણ મજાક ઉડાવી. લોકો તરફથી મળેલી આ નફરત પર હવે આશિષ વિદ્યાર્થીએ મૌન તોડ્યું છે. મીડિયા સાથે વાત કરતા તેણે કહ્યું કે શું હું આમ જ મરી જાઉ?
Ashish Vidyarthiએ ટ્રોલર્સને આપ્યો જડબાતોડ જવાબ
આશિષ વિદ્યાર્થીએ મીડિયાને જણાવ્યું કે લોકોએ તેને બીજા લગ્ન માટે અલગ-અલગ ટેગ આપ્યા અને તેને બુઢ્ઢો કહ્યો. ઈન્ડિયા ટુડે સાથે વાત કરતા તેણે કહ્યું કે, "મેં બુઢા, ખૂસટ જેવા ઘણા અપશબ્દો વાંચ્યા છે. પરંતુ સૌથી મજાની વાત એ છે કે આ ટિપ્પણીઓ અમારા જેવા લોકો તરફથી આવી છે. જે પણ આ બધું કહી રહ્યા છે, હું તેમને કહી દઉં કે તેઓ અભદ્ર ટિપ્પણીઓ કરી રહ્યા છે. તેવું કરીને આપણે પોતે જ પોતાને ડરમાં ધકેલી રહ્યા છીએ. કેમ કે ક્યારેક તો આપણે બુઢા થવાના જ છીએ.
મારી સંભાળ કોણ રાખશે?
આશિષ વિદ્યાર્થીએ વધુમાં કહ્યું કે આ વિશે વાત કરતાં તેણે વધુમાં કહ્યું કે, "અમે આપણી જાતને કહીએ છીએ કે, 'અરે સાંભળો, આ કામ ન કરો કારણ કે તમે વૃદ્ધ છો.' તો એનો મતલબ એ છે કે આપણે આ રીતે હતાશ થઈને મરી જઈએ. જો કોઈ આગળ વધવા માંગતું હોય તો કેમ નહીં?" આશિષ વિદ્યાર્થિએ મીડિયા સાથેની વાતચીત દરમિયાન ટ્રોલનો સામનો કરવામાં કોઈ કસર છોડી ન હતી. તેણે કહ્યું, "આમાંથી કોઈ મારી સંભાળ લેવા આવવાનું નથી. દરેક વ્યક્તિને પોતાના માટે કંઈક કરવાનો અધિકાર છે, કારણ કે અંતે વ્યક્તિએ પોતાની ખુશી પસંદ કરવી જ જોઈએ."
આશિષ વિદ્યાર્થીએ રૂપાલી બરુહા સાથે કર્યા છે લગ્ન
આશિષ વિદ્યાર્થીની બીજી પત્ની રૂપાલી બરુહા ગુવાહાટીની રહેવાસી છે અને એક ઉદ્યોગસાહસિક છે. કોલકાતામાં તેની ફેશન સ્ટોર પણ છે. આશિષ વિદ્યાર્થીની પહેલી પત્ની રાજોશી બરુહા પણ આસામની છે.