Bear Grylls Soon to Come to India : એડવેન્ચર શો 'મેન વર્સીસ વાઇલ્ડ' દર્શકોમાં ઘણો લોકપ્રિય રહ્યો છે. હવે તે તેના નવા એપિસોડ સાથે ટીવી પર ટેલિકાસ્ટ થવા જઈ રહ્યો છે. આ અગાઉ રજનીકાંત, અક્ષય કુમાર, વિકી કૌશલ અને રણવીર સિંહ સહિત પીએમ મોદીનો એપિસોડ તો યાદ જ હશે. શોમાં ભારતીય સેલેબ્સને જોઈને ભારતીય ચાહકો ખૂબ જ ખુશ હતા. કહેવામાં આવી રહ્યું છે કે, આ વખતે પ્રિયંકા ચોપરા અથવા વિરાટ કોહલી જંગલમાં ફરતા જોવા મળશે. જો પ્રિયંકા કે વિરાટ શોમાં જોવા મળે તો દર્શકો માટે આનાથી મોટી ખુશીની વાત શું હોઈ શકે.
બેયર ગ્રિલે આ મામલે કહ્યું કે...
તાજેતરમાં જ બેયર ગ્રિલ્સે હિન્દુસ્તાન ટાઈમ્સને જણાવ્યું હતું કે, અભિનેત્રી પ્રિયંકા ચોપરા નંબર વન સેલિબ્રિટી છે. વિરાટ કોહલી પણ જોવા મળી શકે છે. બંને પ્રેરણાદાયી વ્યક્તિઓ છે. દુનિયા તેમને પ્રેમ કરે છે. લોકો તેમની કહાની, તેમની કારકિર્દીની સફર અને જીવન વિશે જાણવા માંગશે. જો બંનેમાંથી કોઈ એક શોમાં આવે છે તો તે મારા માટે ભાગ્યની વાત હશે. બેયરે એમ પણ કહ્યું હતું કે, તે આવતા મહિનામાં ભારત આવશે અને શોનું શૂટિંગ કરશે. બેયરે હજુ સુધી એ નથી જણાવ્યું કે તેના શો માં પ્રિયંકા દેખાશે કે પછી વિરાટ કોહલી નજરે પડશે.
બેયરને ભારત ખુબ જ પસંદ છે. તેણે કહ્યું હતું કે, હું જ્યારે પણ ભારત આવું છું ત્યારે મને ઘણો પ્રેમ મળે છે. ભારત સાથે મારું જોડાણ અદ્ભુત છે. પીએમ મોદી હોય કે રણવીર સિંહ, દરેક સાથે મારો બોન્ડ સારો રહ્યો છે. એકદમ સુંદર.
જાહેર છે કે, પ્રિયંકા ચોપરા હાલમાં તેની ફિલ્મ 'હેડ્સ ઓફ સ્ટેટ'ના શૂટિંગમાં વ્યસ્ત છે. હાલમાં જ તેની વેબ સીરિઝ 'સિટાડેલ' રિલીઝ થઈ છે જે નેકફ્લિક્સ પર ટેલિકાસ્ટ કરવામાં આવી હતી. આ વેબ સિરીઝને દર્શકો તરફથી કોઈ ખાસ પ્રતિસાદ મળ્યો નથી. પ્રિયંકા હવે બોલિવૂડ કરતાં હોલિવૂડના પ્રોજેક્ટ પર વધુ ધ્યાન આપી રહી છે. જ્યારે ક્રિકેટર વિરાટ કોહલીની વાત કરીએ તો આ ક્રિકેટર ઓસ્ટ્રેલિયામાં યોજાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં રમવામાં વ્યસ્ત છે.
Warner Bros. Discovery: વોર્નર બ્રધર્સ ડિસ્કવરી હૈદરાબાદમાં સ્થાપશે આંતરરાષ્ટ્રીય વિકાસ કેન્દ્ર, 1200 લોકોને મળશે રોજગારી
વોર્નર બ્રધર્સ ડિસ્કવરી, ગ્લોબલ મીડિયા અને એન્ટરટેઈનમેન્ટ સમૂહ, ટેલિવિઝન, ફિલ્મ, સ્ટ્રીમિંગ અને ગેમિંગમાં તેના વિવિધ પોર્ટફોલિયો, બ્રાન્ડ્સ અને ફ્રેન્ચાઈઝી માટે જાણીતું છે, તેણે હૈદરાબાદના વાઈબ્રન્ટ મીડિયા અને એન્ટરટેઈનમેન્ટ સ્પેસ હબમાં પ્રવેશની જાહેરાત કરી છે. તે અહીં ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ સેન્ટર (IDC) ની સ્થાપના કરશે, જે 1,200 વ્યાવસાયિકો માટે નોકરીઓનું સર્જન કરશે તેવી અપેક્ષા છે. એક સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે મીટીંગ દરમિયાન મીડિયા અને મનોરંજન ઉદ્યોગમાં વૃદ્ધિ અને નવીનતાને ચલાવવામાં બંને પક્ષોની સહિયારી દ્રષ્ટિને પ્રકાશિત કરવામાં આવી હતી, જેનાથી હૈદરાબાદમાં આશાસ્પદ ભવિષ્ય માટે તેમની ભાગીદારીને વધુ મજબૂત બનાવવામાં આવી હતી.