Athiya shetty kl Rahul : બોલીવૂડ અભિનેત્રી અથિયા શેટ્ટી અને તેના પતિ કેએલ રાહુલે તેમના ચાહકોને સારા સમાચાર આપ્યા છે કે તેઓ ટૂંક સમયમાં તેમના પ્રથમ બાળકનું સ્વાગત કરવા જઈ રહ્યા છે. જાન્યુઆરી 2023માં લગ્ન કરનાર આ ફેમસ કપલે ઈન્સ્ટાગ્રામ પર એક ક્યૂટ પોસ્ટ શેર કરતા લખ્યું છે કે તેઓ 2025માં પેરેન્ટ્સ બનવાના છે. નાનકડા મહેમાનનું અથિયા શેટ્ટી અને કેએલ રાહુલ તેમના ઘરે સ્વાગત કરશે. સુનીલ શેટ્ટી ટૂંક સમયમાં નાના બનવાના છે.






અથિયા શેટ્ટીએ સારા સમાચાર આપ્યા છે


ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલ અને અભિનેત્રી અથિયા શેટ્ટીએ શુક્રવારે 8 નવેમ્બરે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને ચાહકોને આ ખુશખબર આપી હતી. અથિયાએ ખુલાસો કર્યો કે તે આવતા વર્ષે તેના પહેલા બાળકને જન્મ આપવા જઈ રહી છે. જો કે અભિનેત્રીએ એ નથી જણાવ્યું કે તે કયા મહિનામાં આ ખુશખબરી આપશે. સોશિયલ મીડિયા પર લોકો તેમને અભિનંદન આપી રહ્યા છે.






આથિયા શેટ્ટી પ્રેગ્નેન્ટ છે


બોલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટીએ પણ તેની પુત્રી અથિયાની આ પોસ્ટ શેર કરી છે અને તેના નાના બનવાની ખુશી વ્યક્ત કરી છે. અથિયાએ તેના જન્મદિવસના થોડા દિવસો બાદ જ તેની પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે. રાહુલ હાલમાં ઓસ્ટ્રેલિયામાં છે જ્યાં તે ભારત A તરફથી ઓસ્ટ્રેલિયા A સામે રમી રહ્યો છે. 2025માં આથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલના ઘરે ખુશીઓ આવવાની છે. અભિનેત્રીએ પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે. રાહુલ-આથિયા ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે.


અથિયા શેટ્ટી-કેએલ રાહુલની લવ સ્ટોરી


બોલિવૂડ અભિનેત્રી અથિયા શેટ્ટી 2019માં કેએલ રાહુલને એક કોમન ફ્રેન્ડ દ્વારા મળી હતી. આ મીટિંગ પછી, બંને મિત્રોમાંથી લવબર્ડ્સ બની ગયા અને અંતે તેઓએ 23 જાન્યુઆરી, 2023 ના રોજ સુનીલ શેટ્ટીના ખંડાલા ફાર્મહાઉસમાં લગ્ન કર્યા હતા. દંપતીએ તેમના પરિવારના સભ્યો અને નજીકના મિત્રોની હાજરીમાં સાત ફેરા લીધા હતા. લગ્ન પહેલા તેઓ ચાર વર્ષ સુધી એકબીજાને ડેટ કરતા હતા.