સિનેમાના ઈતિહાસમાં વિશ્વની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ 'અવતાર' બનાવનાર જેમ્સ કેમરૂન હવે તેની સિક્વલ સાથે પોતાનો જ રેકોર્ડ તોડવા તરફ ઝડપથી આગળ વધી રહ્યા છે. કેમેરૂનની 'અવતારઃ ધ વે ઓફ વોટર' એટલે કે 'અવતાર 2' 16 ડિસેમ્બરે થિયેટર્સમાં રીલિઝ થઈ હતી અને તેણે ભારતમાં પહેલા જ દિવસે 40 કરોડથી વધુની કમાણી કરી હતી.


રીલિઝના 15 દિવસ બાદ 'અવતાર 2'એ બોક્સ ઓફિસ પર 300 કરોડનો આંકડો પાર કરી લીધો છે. કેમેરૂનની ફિલ્મે જે ઝડપે આટલી મોટી કમાણી કરી છે તે આશ્ચર્યજનક છે. જોકે ભારતમાં હોલિવૂડની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ 'એવેન્જર્સઃ એન્ડગેમ'નો રેકોર્ડ હજુ સુધી તૂટ્યો નથી.


ભારતીય બોક્સ ઓફિસ પર 'અવતાર 2'નું કલેક્શન ઝડપથી વધી રહ્યું છે. થિયેટરોમાં તેના ત્રીજા શુક્રવારે ફિલ્મ બોક્સ ઓફિસ પર ડબલ ડિજિટને પાર કરી ગઈ. 15માં દિવસે એટલે કે શુક્રવારે 'અવતાર 2' એ 10.15 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. આ સાથે જ ફિલ્મની કમાણી 15 દિવસમાં 300 કરોડને પાર કરી ગઈ છે. અત્યાર સુધીમાં ભારતમાં 'અવતાર 2'નું નેટ બોક્સ ઓફિસ કલેક્શન 304 કરોડનું થઈ ગયું છે.


ભારતીય બોક્સ ઓફિસ પર સૌથી વધુ કમાણી કરનાર હોલિવૂડ ફિલ્મોની યાદીમાં 'એવેન્જર્સઃ એન્ડગેમ' યાદીમાં ટોચ પર છે. આ પહેલી હોલિવૂડ ફિલ્મ છે જેણે ભારતમાં 300 કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે. પરંતુ 'Avengers: Endgame' ને 300 કરોડનો આંકડો પાર કરવામાં 10 દિવસ લાગ્યા હતા, જ્યારે 'Avatar 2' ને 15 દિવસ લાગ્યા હતા.


અત્યાર સુધીમાં 4 ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ફિલ્મોએ દેશમાં 300 કરોડથી વધુની કમાણી કરી છે. પરંતુ માત્ર એક હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી છે જેની ફિલ્મે હોલિવૂડની કોઈપણ ફિલ્મ કરતા ધીમી ગતિએ 300 કરોડની કમાણી કરી છે. 300 કરોડની કમાણી કરનારી સૌથી ઝડપી બોલિવૂડ ફિલ્મ આમિર ખાનની 'દંગલ' છે જેને આ માઈલસ્ટોન પાર કરવામાં 13 દિવસનો સમય લાગ્યો હતો.


'બાહુબલી 2' અને RRRને 300 કરોડનો આંકડો પાર કરવામાં માત્ર 3 દિવસનો સમય લાગ્યો છે અને બંને એસએસ રાજામૌલીની ફિલ્મો છે. યશ સ્ટારર 'KGF ચેપ્ટર 2' 4 દિવસમાં 300 કરોડનો આંકડો પાર કરી ગઈ હતી. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે આ ફિલ્મ ભારતમાં 400 કરોડના આંકડાને સ્પર્શી શકે છે કે નહીં.