Rishabh Pant Car Accident : ભારતીય ટીમના ક્રિકેટર અને વિકેટકિપર ઋષભ પંતનો ગઈ કાલે કાર અમસ્માત સર્જાયો હતો. જેમં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. શુક્રવારે મોડી રાત્રે ભારતીય ક્રિકેટર ઋષભ પંતનો ખતરનાક અકસ્માત થયો હતો. તે ઉત્તરાખંડ જઈ રહ્યો હતો ત્યારે અચાનક તેની કાર હરિદ્વાર પાસે બાજુના બેરિકેડ સાથે અથડાઈ અને તેમાં આગ લાગી ગઈ હતી. ઋષભ પંતને મહામહેનતે કારનો કાચ તોડીને કારમાંથી બહાર આવ્યો હતો. બસના ચાલક અને તેના કંડક્ટરે આ ક્રિકેટરનો જીવ બચાવ્યો હતો. આ અકસ્માતમાં રિષભ પંતને ઘણી ઈજા થઈ છે. હાલમાં ક્રિકેટર હોસ્પિટલમાં દાખલ છે. ત્યાં તેની સારવાર ચાલી રહી છે. 


ઋષભ પંતના અકસ્માતની સાથે જ તેની કહેવાતી એવી પુર્વ ગર્લફ્રેંડ અને બોલિવુડ અભિનેત્રી ઉર્વશી રાઉતેલા અચાનક જ ફરી એકવાર ચર્ચામાં છવાઈ છે. ઉર્વશી રાઉતેલાએ અગાઉ ઋષભ પંતના સાજા થવાને લઈને ભગવાનને પ્રાર્થના કરી હતી. હવે તે એરપોર્ટ પર દેખાતા અનેક તર્ક વિતર્ક ઉભા થયા હતાં. 


ઉર્વશી એરપોર્ટ પર જોવા મળી હતી


અભિનેત્રી ઉર્વશી રૌતેલાની એક પોસ્ટ પણ વાયરલ થઈ હતી, જેમાં તેણે પોતાનો એક ફોટો શેર કરતા લખ્યું હતું કે 'હું પ્રાર્થના કરું છું'. યુઝર્સે અનુમાન લગાવવાનું શરૂ કર્યું હતું કે, ઉર્વશી રૌતેલા ઋષભ પંત અને તેના પરિવાર માટે પ્રાર્થના કરી રહી છે. અભિનેત્રીની એક પોસ્ટ એટલી વાયરલ થવા લાગી હતી કે, દરેક જગ્યાએ તેની જ ચર્ચા થઈ રહી હતી. હવે 31મી ડિસેમ્બરે ઉર્વશી રૌતેલા મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી.






આ દરમિયાન ઉર્વશી બ્લેક બોડીકોન ડ્રેસમાં જોવા મળી હતી. અભિનેત્રી દ્વારા ન્યૂડ મેકઅપ, પોનીટેલમાં બાંધેલા વાળ અને બ્લેક શેડ્સ કેરી કરવામાં આવ્યા હતા. તેણે ગોલ્ડન હાઈ હીલ્સ પહેરી હતી. આ સાથે તેના હાથમાં ટાઈગર પ્રિન્ટ બેગ પણ હતી. ઉર્વશી રૌતેલાને એરપોર્ટ પર જોઈને યુઝર્સે કોમેન્ટ કરવાનું શરૂ કરી દીધું. એક પ્રશંસકે તો સીધી કોમેન્ટ કરીને પૂછ્યું, મેમ, શું તમે ઋષભ પંતને જોવા મેક્સ હોસ્પિટલ જઈ રહ્યા છો?


ઉર્વશી રૌતેલાનો આ એરપોર્ટ સ્પોટિંગ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ જ દિવસે અનિલ કપૂર અને અનુપમ ખેર પણ ઋષભ પંતને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતા. આ દરમિયાન બંનેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. જ્યારે અનુપમ ખેર ઋષભ પંતને મળવા આવ્યા ત્યારે તેમણે કહ્યું હતું કે, અમને જેવી જ ખબર પડી કે ઋષભ હોસ્પિટલમાં છે અમે તુરંત જ તેને મળવા અહીં આવ્યા છીએ. તેની માતાને મળ્યાં. હવે તેની તબિયત પહેલા કરતા વધુ સારી છે. આખા ભારતવાસીઓની પ્રાર્થનાઓ તેની સાથે છે. તે જલ્દી ઠીક થઈ જશે. તે ફાઇટર છે.


ઉલ્લેખનીય છે કે, ઋષભ પંતને ઘૂંટણ અને પગની ઘૂંટીમાં ઘણી ઈજા થઈ છે, જેના કારણે તેના પર સોજો આવી ગયો છે. વધુ પડતા સોજાને કારણે તેમનો એમઆરઆઈ નથી થઈ રહ્યો. માનવામાં આવી રહ્યું છે કે, જો ઋષભની ​​તબિયતમાં કોઈ સુધારો નહીં થાય તો તેને સારવાર માટે એરલિફ્ટ કરીને દિલ્હી લઈ જવામાં આવશે.