Avatar 2 Twitter Reaction: ‘અવતાર 2’ અથવા  'અવતાર:ધ વે ઓફ વોટર' (Avatar: The Way of Water) વર્ષ  2022 ની મોસ્ટ અવેટેડ ફિલ્મમાંથી એક છે.  આ ફિલ્મ આજે વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. જેમ્સ કેમરૂનની ‘અવતારઃ ધ વે ઓફ વોટર’ તેની ફિલ્મ ‘અવતાર’ની સિક્વલ છે. "અવતાર" તેની વિઝ્યુઅલ ઇફેક્ટ્સ અને ઇમર્સિવ વર્લ્ડ-બિલ્ડિંગની દ્રષ્ટિએ એક શાનદાર ફિલ્મ હતી. તે જ સમયે, 'અવતાર:ધ વે ઓફ વોટર'  પેંડોરા અને તેના રહેવાસીઓની વાર્તા એક અલગ અનુભૂતિ આપે છે. ફિલ્મમાં મોશન પિક્ચરમાં નવીનતમ VFX ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે દર્શકો માટે મુખ્ય આકર્ષણ છે.


'અવતાર 2'ને ટ્વિટર પર ખૂબ જ શાનદાર પ્રતિભાવો મળ્યા છે


'અવતારઃ ધ વે ઓફ વોટર'ની આતુરતાથી રાહ જોઈ રહેલા ચાહકો હવે થિયેટરોમાં ફિલ્મ જોઈ શકશે. આ ફિલ્મને સોશિયલ મીડિયા પર ઘણી પસંદ કરવામાં આવી રહી છે. લોકો ટ્વિટર પર ફિલ્મની ક્લિપ્સ શેર કરી રહ્યા છે. કેટલાકે તેને વિઝ્યુઅલ ટ્રીટ ગણાવી છે તો કેટલાકે ફિલ્મને બ્લોકબસ્ટર ગણાવી છે.


એક યુઝરે ટ્વિટર પર ટિપ્પણી કરી, “આ ટેકનિકલી અને પ્લોટ મુજબની સારી ફિલ્મ છે. ક્વોટ્રિચ બદલો લેવા માટે પાછો ફર્યો છે, શું સુલી તેના પરિવારને બચાવી શકે છે ? વોટર સ્કિવેંસ એક્સ્ટ્રાઓર્ડિનરી છે. ક્લાઈમેક્સ ઈમોશનલ.  સૌથી મોટી સ્ક્રીન પર 3D ટિકિટ બુક કરો. નેતિરી ફાઈટ સ્કિવેંસ”


એક યુઝરે લખ્યું, "અવતાર 2 રિવ્યુ, ઘણી રીતે તે ફરીથી પહેલી ફિલ્મ છે. ખૂબ જ વધારે દિલ  અને પરિવારની આસપાસ કેન્દ્રિત. ચોક્કસપણે જેમ્સ હોર્નરની કમી ! ગ્રેટ મિલિટ્રી ટેક્નોલોજી.  અદભૂત 3D વિઝ્યુઅલ, ફક્ત તે માટે જ જોવું જોઈએ. મેં 3 કલાક સુધી વાદળી લોકોને જોયા!#AvatarTheWayOfWater."










શું છે 'અવતારઃ ધ વે ઓફ વોટર'ની સ્ટોરી?


'અવતાર: ધ વે ઓફ વોટર' એ જેમ્સ કેમેરોન દ્વારા દિગ્દર્શિત એક ઉત્તમ વિજ્ઞાન સાહિત્ય ફિલ્મ છે જે ભારતમાં 16 ડિસેમ્બરે રિલીઝ થઈ હતી. આ ફિલ્મ કેમેરોનની 2009ની બ્લોકબસ્ટર "અવતાર" ની સિક્વલ છે અને તે પેંડોરા અને તેના સ્થાનિક લોકોની વાર્તા ચાલુ રાખે છે. "અવતાર 2" માં, મુખ્ય પાત્ર, જેક સુલીએ  પેંડોરા પર  તેના જીવનને સંપૂર્ણપણે અપનાવી લીધુ છે અને નાવીઓમાંનો એક બની જાય છે. તેની પત્ની, નેટીરી સાથે, જેકને પેંડોરાના અસ્તિત્વ માટે એક નવા ખતરાનો સામનો કરવો પડશે કારણ કે તે તેના ભૂતકાળનો પણ સામનો કરે છે. આ ફિલ્મ નવા પાત્રોને પણ રજૂ કરશે અને પેંડોરાની પૌરાણિક કથાઓ પણ દેખાડશે.