Priyanka Chopra Daughter Malti Zoo Photo: ગ્લોબલ આઈકન પ્રિયંકા ચોપરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. પ્રોફેશનલ અને અંગત જીવનમાં વ્યસ્ત હોવા છતાં પ્રિયંકા તેના કરોડો ચાહકો માટે સમય કાઢે છે અને તેમની સાથે તેના જીવન સાથે જોડાયેલી ખુશીની ક્ષણો શેર કરે છે. તાજેતરમાં તે અને તેના પતિ નિક જોનાસ તેમની નાની દીકરી માલતી મેરી ચોપરા જોનાસ સાથે પ્રાણી સંગ્રહાલયમાં ગયા હતા. જેની તસવીર સામે આવી છે.
પ્રિયંકા ચોપરાએ માલતી સાથેનો એક ફોટો શેર કર્યો
પ્રિયંકા ચોપરા અને તેના પતિ નિક જોનાસ તેમની દીકરી માલતી સાથે નવરાશનો સમય વિતાવી રહ્યા છે. તાજેતરમાં જોનાસ પરિવાર તેમની બાળકીને લોસ એન્જલસ ઝૂમાં લઈ ગયો હતો. પ્રિયંકા ચોપરાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સુંદર ફેમિલી ફોટો શેર કર્યો છે. તસવીરમાં પ્રિયંકા, નિક અને તેમની પુત્રી માછલીઘરની નજીક પોઝ આપતા જોવા મળે છે. દીકરી માલતીને તેના પપ્પાએ તેડી છે અને તે તેની મમ્મી પ્રિયંકાને જોઈ રહી છે. નિક બ્લેક આઉટફિટમાં જોવા મળે છે, જ્યારે પ્રિયંકા ઓફ-વ્હાઈટ ડ્રેસમાં જોવા મળે છે. જ્યારે તેની નાની દીકરી મરૂન ડ્રેસમાં ક્યૂટ લાગી રહી છે. અભિનેત્રીએ તેની બેબી ગર્લના ચહેરાને છુપાવી દીધો છે. ફોટો શેર કરતા પ્રિયંકાએ કેપ્શનમાં લખ્યું કે, ફેમિલી. આ સાથે તેણે હેશટેગમાં એક્વેરિયમ અને ઝૂ લખ્યું છે. તે સ્પષ્ટ છે કે પ્રિયંકાએ પ્રાણી સંગ્રહાલયમાં તેના પારિવારિક ક્ષણનો આનંદ માણ્યો હતો. ચાહકોને તેની આ તસવીર ખૂબ જ પસંદ આવી રહી છે.
પ્રિયંકા દીકરીને લાઇમલાઇટથી દૂર રાખે છે
પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ 15 જાન્યુઆરી 2022 ના રોજ સરોગસી દ્વારા એક પુત્રીના માતાપિતા બન્યા. ટૂંક સમયમાં તેની દીકરી એક વર્ષની થઈ જશે. આ કપલે 2018માં લગ્ન કર્યા હતા. પ્રિયંકા અને નિકે પોતાની દીકરીનો ચહેરો દુનિયાથી છુપાવ્યો છે. તેઓ ચાહકો માટે ફોટા તો શેર કરે છે પરંતુ પુત્રીનો દીકરીનો ચહેરો છુપાવે છે.