Avatar 2 Collection: વર્ષ 2009માં 13 વર્ષની લાંબી રાહ જોયા બાદ હોલીવુડની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'અવતાર'નો પાર્ટ 2 રિલીઝ થયો છે. રિલીઝના પહેલા જ દિવસે 'અવતાર ધ વે ઓફ વોટર'એ સાબિત કરી દીધું છે કે પાર્ટ વનની જેમ આ ફિલ્મ પણ કમાણીના મામલે નવા રેકોર્ડ્સ હાંસિલ કરશે. હોલિવૂડ ડાયરેક્ટર જેમ્સ કેમરોનની 'અવતાર 2' એ ઓપનિંગ ડે પર ભારતમાં 40 કરોડથી વધુની કમાણી કરીને બધાને ચોંકાવી દીધા છે. આ જબરદસ્ત ઓપનિંગની સાથે જ 'અવતાર ધ વે ઓફ વોટર' એ પોતાના નામે એક વિશેષ સિદ્ધિ મેળવી છે.


કમાણીની વાત કરીએ તો 'અવતાર 2' એ રેકોર્ડ બનાવ્યો


શુક્રવારે ભારતના સિનેમાઘરોમાં રિલીઝ થયેલી 'અવતાર 2' એ ધમાકેદાર કમાણી કરી છે. ફિલ્મ સમીક્ષક તરણ આદર્શના જણાવ્યા અનુસાર, 'અવતાર ધ વે ઓફ વોટર'એ તેની રિલીઝના પહેલા દિવસે ભારતીય બોક્સ ઓફિસ પર 41 કરોડની બમ્પર કમાણી કરી છે. આ સાથે, 'અવતાર 2' તે હોલીવુડ ફિલ્મોમાંથી એક બની ગઈ છે, જેણે ભારતીય બોક્સ ઓફિસ પર શરૂઆતના દિવસે સૌથી વધુ કલેક્શન કર્યું છે. વાસ્તવમાં, 'અવતાર પાર્ટ 2' પહેલા, માર્વેલ યુનિવર્સની 'એવેન્જર્સ એન્ડગેમ' એ ભારતમાં સૌથી વધુ બોક્સ ઓફિસ કલેક્શન કર્યું છે.


'Avengers Endgame' એ તેની રિલીઝ પહેલા ભારતીય બોક્સ ઓફિસ પર રેકોર્ડ બ્રેક 53.10 કરોડની કમાણી કરી છે. તે જ સમયે, 'અવતાર 2' 41 કરોડની કમાણી સાથે બીજા નંબર પર છે.






હોલીવુડની આ ફિલ્મોએ પણ શરૂઆતના દિવસે ધમાકેદાર કમાણી કરી હતી


જેમ્સ કેમરૂનની 'અવતાર ધ વે ઓફ વોટર'એ શરૂઆતના દિવસે બમ્પર કમાણી કરીને ઘણી હોલીવુડ ફિલ્મોને માત આપી છે. 'અવતાર 2' પહેલા ઘણી ફિલ્મોએ બોક્સ ઓફિસ પર પહેલા દિવસે જ શાનદાર પ્રદર્શન કર્યું છે. આ મામલામાં 'સ્પાઈડર મેન - નો વે હોમ' એ 32.67 કરોડ, 'એવેન્જર્સ ઈન્ફિનિટી વોર' - 31.30 કરોડ અને 'ડૉક્ટર સ્ટ્રેન્જ - મલ્ટિવર્સ ઑફ મેડનેસ' એ પ્રથમ દિવસે 27.50 કરોડનો બિઝનેસ કર્યો છે.