AP Dhillon Dating: દરેકના દિલ પર રાજ કરનાર પંજાબી સિંગર એપી ધિલ્લોન પોતાની લવ લાઈફને લઈને ચર્ચામાં આવ્યા છે. તેમના ગીતના જબરદસ્ત હિટ એવા એપી ધિલ્લોનની ફેન ફોલોઈંગ પણ કરોડોમાં છે. પંજાબી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં સિંગર ખૂબ જ લોકપ્રિય થઈ ગયા છે. હાલમાં જ એપી પોતાની પર્સનલ લાઈફને લઈને પણ હંમેશા ચર્ચામાં રહે છે.






ભૂતકાળમાં, એપી ધિલ્લોને તેમના એક ગીતમાં ખુશી કપૂરનું નામ લઈને ડેટિંગના સમાચારને હવા આપી હતી. પરંતુ સિંગરની રિયલ ગર્લફ્રેન્ડનું નામ સામે આવ્યું છે.  બંને તાજેતરમાં ઘણી વખત સાથે જોવા મળ્યા છે. આ દિવસોમાં બનિતા સંધુ એપી ધિલ્લોન સાથેના સંબંધોને લઈને ચર્ચામાં છે. બનિતા સંધુએ એપી ધિલ્લોન સાથેના સંબંધોની પુષ્ટિ કરી છે.






બનિતા સંધુએ એપી ધિલ્લોન સાથેના સંબંધોની પુષ્ટિ કરી !


બનિતા સંધુ 11 વર્ષની ઉંમરથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હાજર છે. 25 વર્ષની ઉંમરે તેણે વરુણ ધવનની ફિલ્મ 'ઓક્ટોબર'થી ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં બનિતા વરુણ ધવનની સાથે જોવા મળી હતી. જે બાદ બનિતા વિકી કૌશલ સાથે ફિલ્મ 'સરદાર ઉદ્યમ સિંહ'માં જોવા મળી હતી. જોકે, આ બે ફિલ્મો પછી બનિતાને બીજું કોઈ કામ મળ્યું નથી.






કપલના રોમેન્ટિક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ


તાજેતરમાં એપી ધિલ્લોનની એક ડોક્યુમેન્ટ્રી-સિરીઝની જાહેરાત કરવામાં આવી છે. તેનું નામ છે AP Dhillon: First of a Kind' જે પ્રાઈમ વિડિયો પર પ્રીમિયર થયું હતું. આ દરમિયાન એપી ધિલ્લોને પણ તેમની ડેટિંગ ઓફિશિયલ કરી દીધી છે. સિંગર અભિનેત્રી બનિતા સંધુને ડેટ કરી રહ્યો છે. બંનેના રોમેન્ટિક ફોટો પણ સામે આવ્યા છે. સોશિયલ મીડિયા પર લીક થયેલી આ તસવીરોમાં ધિલ્લોન અને બનિતાની કેમેસ્ટ્રી અદભૂત છે.