BB OTT 2: 'Big Boss OTT' ની સીઝન 2 જિયો સિનેમા પર 17 જૂનથી પ્રીમિયર થઈ રહી છે. આ શોમાં બોલિવૂડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકીની અલગ થઈ ગયેલી પત્ની આલિયા સિદ્દીકી પણ સ્પર્ધક તરીકે જોવા મળી રહી છે. આલિયા અને નવાઝ તેમના અંગત જીવનમાં મતભેદોને કારણે લાંબા સમયથી હેડલાઇન્સમાં હતા. બીજી તરફ હવે જ્યારે આલિયા બિગ બોસના ઘરમાં પહોંચી છે, ત્યારે તેની પાસેથી ઘણા ખુલાસા થવાની આશા છે.


જોકે આલિયા ઘરમાં પ્રવેશ્યા બાદથી એકદમ શાંત દેખાઈ રહી છે. આ બધાની વચ્ચે ત્રીજા દિવસે તેણે સહ-સ્પર્ધક સાથે તેના અંગત જીવનના પુસ્તકના કેટલાક રહસ્યો ખોલ્યા અને નવાઝ અને તેના સંબંધો વિશે વાત કરી.


આલિયાને નવાઝ સાથેની તેની લવ સ્ટોરી યાદ છે


બિગ બોસ ઓટીટી 2ના તાજેતરના એપિસોડમાં સ્પર્ધક આલિયાએ નવાઝુદ્દીન સિદ્દીકી સાથેની તેની લવ સ્ટોરીને યાદ કરી. જ્યારે સાયરસ બ્રોચાએ તેને આ વિશે પૂછ્યું તો તેણે કેટલીક વિગતો પણ શેર કરી. તે ક્ષણને યાદ કરતાં આલિયાએ શેર કર્યું, કે “તે વર્ષ 2003માં નવાઝને મળી હતી. તેનો ભાઈ ત્યારે તેનો સહાયક હતો. ત્યારપછી તેઓ એકતા નગરમાં રહેતા હતા..હું પીજીમાં રહેતી હતી ત્યારે મને રૂમ ખાલી કરી દેવાનું કહી દેવામાં આવ્યું હતું. જો કે નવાઝના ભાઈએ મને થોડા દિવસો ત્યાં રહેવાનું કહ્યું હતું. હું કમ્ફર્ટ નહોતી. તે દરમિયાન મે નવાઝના ફોટા જોયા અને મને તેની આંખો ગમી ગઈ. ત્યારબાદ અમે મળ્યા અને ધીમે ધીમે અમે એકબીજાના પ્રેમમાં પડી ગયા. બસ આમ જ અમે સાથે રહેવા લાગ્યા અને અમારી સફર શરૂ થઈ


આલિયાના જીવનમાં બીજો પુરુષ કોણ છે?


સાયરસ પછી આલિયાને તેના જીવનના બીજા પુરુષ વિશે પૂછ્યું. આના જવાબમાં આલિયાએ કહ્યું, 'બીજી વ્યક્તિ ઇટાલિયન છે અને તે ખૂબ જ સુંદર છે. તેમાં કોઈ શંકા નથી. મારી એક મિત્ર તેને પસંદ કરતી હતી જો કે મે તેને બધી હકિકત જણાવી. તે સમયે અમારા વચ્ચે કઈ હતું નહી. ત્યારે તેણે કહ્યું કે તેને મારી આંખો ખૂબ ગમે છે. અને તે પછી અમે વાત કરવા લાગ્યા. તે એક સોફ્ટવેર એન્જિનિયર છે. તે મને આદર અને પ્રેમ આપે છે. તે મને સુરક્ષિત અને સંતુલિત અનુભવ કરાવે છે. તેથી જ હું 19 વર્ષ પછી ખુલ્લેઆમ આ સંબંધમાં આવી છું. હું ડરી નહોતી.


આલિયાએ લગ્નમાંથી વિશ્વાસ ગુમાવી દીધો હતો


સાયરસે તેને આગળ પૂછ્યું કે શું તેણી લગ્નની કોઈ યોજના ધરાવે છે. જેના પર આલિયાએ કહ્યું, "ના યાર. હું આ જન્મમાં લગ્ન નહીં કરું. હવે મારો લગ્નમાંથી વિશ્વાસ ઉઠી ગયો છે."