બોલિવૂડ:આજે નતાશા અને ધવન બંને લગ્ન બંધનમાં બંધાવવા જઇ રહ્યાં છે. જો કે લગ્નની શુભ ઘડીઓ પહેલા જ વરૂણ ધવનની કારનો અકસ્માત થયો છે. વરૂણ ધવન જુહુથી અલીબાગ જઇ રહ્યો હતો ત્યારે કાર અકસ્માત થયો હતો. જો કે સદભાગ્યે વરૂણ ધવનને કોઇ ઇજા નથી પહોંચી
વરૂણ અને નતાશાના લગ્ન માટે પરિવારના બંને સભ્યો અને કેટલાક મિત્રો શુક્રવારે અલીબાગ પહોંચ્યા હતા. અલીબાગ જવાના રસ્તા પર ખૂબ જ ટ્રાફિક હતો અને રસ્તો વધુ સાંકડો હોવાથી વરૂણ ધવનની કારનો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં માત્ર ગાડીને નજીવું નુકસાન થયું છે. વરૂણ ધવનને કોઇ ઇજા ન થતાં પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.
લગ્ન વિધિ પહેલા વરૂણ ધવનની કારનો અકસ્માત, અભિનેતાનો થયો બચાવ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Jan 2021 01:32 PM (IST)
વરૂણ ધવન અને નતાશા દલાલ લગ્ન થવા જઇ રહ્યાં છે જો કે લગ્નના થોડા સમય પહેલા જ વરૂણ ધવનની કારનો અક્સમાત થયો છે. શું છે ઘટના જાણીએ
- - - - - - - - - Advertisement - - - - - - - - -