અક્ષય કુમારની ફિલ્મ બેલબોટમએ શુક્રવારે (19 ઓગસ્ટ) સિલ્વર સ્ક્રીન પર ધમાલ મચાવી છે. કોરોના વાયરસની બીજી લહેર અને મહામારી બાદ થિયેટરમાં રિલીઝ થનારી આ પ્રથમ ફિલ્મ છે. ફિલ્મ રિલીઝ થયા બાદ સમીક્ષકો અને પ્રેક્ષકો તરફથી પ્રશંસનીય સમીક્ષાઓ મેળવવામાં સફળ રહી છે.


ફિલ્મના પ્રેમીઓ એ જાણવા માટે ઉત્સાહિત છે કે કોરોના મહામારીના સંકટ વચ્ચે ફિલ્મ બેલબોટમ કેટલું કલેક્શન કરશે. એવા સમયે જ્યારે ફિલ્મ નિર્માતાઓએ તેમના પ્રોજેક્ટ્સ માટે થિયેટર રિલીઝ ટાળવાનો નિર્ણય કર્યો છે, ત્યારે વશુ ભગનાનીએ સિનેમાઘરોમાં તેમની નવી ફિલ્મ રજૂ કરી છે. શું તેનું જોખમ ફળદાયી સાબિત થશે?


ટ્રેડ પંડિતોનું માનવું છે કે અક્ષય કુમારની ફિલ્મ બેલબોટમ પોતાની પકડ બનાવી રાખશે અને લોકોનું ધ્યાન ખેંચશે કારણ કે આ 2021ની સૌથી મોટી ફિલ્મોમાંથી એક છે. 


ટ્રેડ એનાલિસ્ટ અતુલ મોહને ટીવી ચેનલ સાથે વાત કરતા કહ્યું કે ફિલ્મ બોક્સ ઓફિસ પર પ્રથમ દિવસે સારી કમાણી કરી શકે છે. તેમણે ન્યૂઝ ચેનલને જણાવ્યું કે થિયેટર પૂરી ક્ષમતા સાથે નથી ચાલી રહ્યા આ કારણે ફિલ્મ બેલબોટમ પોતાના પ્રથમ દિવસે 3-4 કરોડ રૂપિયાની કમાણી કરી શકે છે.


અન્ય એક પ્રમુખ દૈનિકના રિપોર્ટ અનુસાર કહેવામાં આવ્યું કે લાંબા સમયથી રાહ જોવાતી આ ફિલ્મ સારી શરુઆત કરશે. જનસત્તાની રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે બેલબોટમ બોક્સ ઓફિસ પર 5-7 કરોડની કમાણીની ક્ષમતા રાખે છે.


ટ્વિટર હેન્ડલ ઈન્ડિય બોક્સ ઓફિસ મુજબ, બપોરના શો દરમિયાન ફિલ્મે શાનદાર ઓક્યૂપેંસી નોંધાવી છે.



'બેલબોટમ' સામાન્ય રીતે  શુક્રવારને બદલે ગુરુવારે રિલીઝ થઈ છે, જે ફિલ્મ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. સારા માઉથ પબ્લિસિટીના કારણે ફિલ્મ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરે તેવી અપેક્ષા છે.


કોરોના વાયરસની મહામારી પ્રેરિત લોકડાઉન છતાં, થિયેટર ઉદ્યોગ નિષ્ણાતો આશા રાખે છે કે 'બેલબોટમ' વ્યવસાયને પુનર્જીવિત કરી શકે છે.


પૂજા એન્ટરટેઇનમેન્ટ દ્વારા નિર્માણ કરવામાં આવેલી આ ફિલ્મમાં વાણી કપૂર, હુમા કુરેશી અને લારા દત્તા પણ મુખ્ય ભૂમિકામાં છે. રણજીત તિવારી દિગ્દર્શિત ફિલ્મ 2020 માં સ્કોટલેન્ડમાં ફિલ્માવવામાં આવી હતી.