Pathaan Controversy: શાહરુખ ખાન અને દિપીકા પાદુકોણ સ્ટારર ફિલ્મ પઠાણને લઈને થઈ રહેલો વિરોધ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો. તમામ નેતાઓ અને હિન્દુ સંગઠનોએ પઠાણનું સોંગ બેશર્મ રંગના કેટલાક સીન અને દિપીકા પાદુકોણના ભગવા રંગના કપડાને લઈને વિરોધ દર્શાવ્યો છે. ફિલ્મ રિલીઝ પર રોક લગાવવાની માંગ પણ થઈ રહી છે. આ બધા વચ્ચે બિહારમાં પણ પઠાણનો વિરોધ શરૂ થયો છે. બીજેપી નેતાએ ધમકી આપી છે કે શાહરુખ ખાન અને દિપીકા પાદુકોણની ફિલ્મ પઠાણને બિહારમાં રિલીઝ નહી થવા દે.


ભાજપના નેતા હરિ ભૂષણ ઠાકુર બચૌલે 'પઠાણ'નો કર્યો વિરોધ


બીજેપી નેતા હરિ ભૂષણ ઠાકુર બચૌલે બિહારમાં 'પઠાણ'ની રિલીઝ રોકવાની ધમકી આપી છે. બચૌલે કહ્યું, "દેશની 'સનાતન' સંસ્કૃતિને નબળી પાડવા માટે ફિલ્મના નિર્માતાઓ દ્વારા આ એક ગંદો પ્રયાસ છે.


ભગવો રંગ 'સનાતન' સંસ્કૃતિનું પ્રતીક છે: ભાજપ નેતા


બીજેપી નેતાએ કહ્યું, "સૂર્ય પણ કેસરી રંગનો છે અને અગ્નિનો રંગ પણ કેસરી છે. તે બલિદાનનું પ્રતીક છે. ફિલ્મના નિર્માતાઓએ ભગવા રંગને 'બેશરમ' (બેશરમ) રંગ ગણાવ્યો છે.  જે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ અને વાંધાજનક ગણી શકાય. અભિનેત્રીનો ટૂંકા ડ્રેસ અશ્લીલતાનું પ્રદર્શન છે. આ જ કારણ છે કે મોટાભાગના દેશવાસીઓ ફિલ્મનો બહિષ્કાર કરવાની માંગ કરી રહ્યા છે." તેમણે કહ્યું, "અમે બિહારના સિનેમાઘરોમાં ફિલ્મને રિલીઝ થવા દઈશું નહીં. ભાજપના કાર્યકરો તમામ સિનેમા હોલમાં વિરોધ પ્રદર્શન કરશે."


કેવી રીતે શરૂ થયો 'પઠાણ'નો વિવાદ?


મધ્યપ્રદેશના ગૃહપ્રધાન નરોત્તમ મિશ્રાએ સૌથી પહેલા 'પઠાણ'ના 'બેશરમ રંગ' ગીત સામે વાંધો ઉઠાવ્યો હતો. જે બાદ 'પઠાણ'ને લઈને વિવાદ શરૂ થયો હતો. મંત્રીએ દાવો કર્યો હતો કે આનાથી હિંદુ સમુદાયની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે. મિશ્રાએ કહ્યું કે ગીતમાં જે રીતે કેસરી અને લીલા રંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે વાંધાજનક છે. મધ્ય પ્રદેશના ગૃહમંત્રીએ ચેતવણી આપી છે કે જો દીપિકાના કપડાં અને 'બેશરમ રંગ'ના કેટલાક દ્રશ્યો બદલવામાં નહીં આવે તો ફિલ્મને રિલીઝ થવા દેવામાં આવશે નહી