Moving In with Malaika: મલાઈકા અરોરાનો મૂવિંગ ઈન વિથ મલાઈકા શો આજકાલ ખૂબ જ ચર્ચામાં છે. આ શોમાં સેલેબ્સ પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વિશે ખુલીને વાત કરે છે. શોના લેટેસ્ટ એપિસોડમાં કોમેડિયન ભારતી સિંહ ગેસ્ટ તરીકે પહોંચી હતી. આ દરમિયાન ભારતીએ તે ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો હતો જેઓ મલાઈકાના કપડાં, શરીર અને ઉંમરને લઈને ટ્રોલ કરે છે. આ સિવાય તે પોતાની ટ્રોલિંગ વિશે પણ વાત કરે છે. તેણે કહ્યું કે તેણે ઘરે પણ તેના વજનને લઈને ટોણા સાંભળ્યા છે.
ઘરના લોકો પાસેથી ઘણા મેણાંટોણા સાંભળ્યા
શોમાં મલાઈકા ભારતી સિંહને કહે છે, 'જે રીતે મને ટ્રોલ કરવામાં આવે છે, તમે પણ એવી જ રીતે ટ્રોલ થાઓ છો'. આ અંગે ભારતી સિંહ કહે છે કે, 'મને માત્ર બહાર જ નહીં ઘરે પણ ટ્રોલ કરવામાં આવી છે. ઘરમાં પણ મે ઘણા ટોણા સાંભળ્યા છે. જો ક્યારેય ખાવામાં એક પરાઠો વધારે લેવાઈ ગયો તો આવી બન્યું તમારું. ઘરના લોકો તરત જ બોલવાનું શરૂ કરી દે બસ કર હવે આટલું બધુ ના ખા. જાડી થઈ જઈશ તો લગ્ન નહી થાય તારા.
ટ્રોલિંગ વિશે વાત કરતાં ભારતી રડી પડી
ભારતી સિંહે આગળ કહ્યું, 'જ્યારે મેં રોકાના ફોટા શેર કર્યા ત્યારે લોકોએ ટ્રોલ કરી. લોકોએ ટિપ્પણી કરી કે તમે તમારું કદ જોયું છે. આ હાથી અને કીડી જેવા તમે બંને લાગી રહ્યા છો. લોકો લગ્નની શુભેચ્છાઓ આપે છે, પરંતુ જ્યારે મેં કમેન્ટ્સ વાંચી તો મેં જોયું કે અમને ખૂબ ટ્રોલ કરવામાં આવ્યા હતા. ટ્રોલિંગમાં તેણે લખ્યું છે કે તેણે એક બાળક સાથે લગ્ન કર્યા છે. માતા અને પુત્રની જોડી. હર્ષને કહેવામાં આવ્યું કે તું અંધ છે, તું કઈ છોકરી સાથે લગ્ન કરી રહ્યો છે? આ બોલતા જ ભારતી સિંહની આંખોમાં આંસુ આવી ગયા. આ પછી મલાઈકા તેને ગળે લગાવે છે અને તેને સંભાળવાની કોશિશ કરે છે.
ભારતી સિંહે ટ્રોલ કરનારાઓને જડબાતોડ જવાબ આપ્યો
મુવિંગ ઇન વિથ મલાઈકા શોમાં ભારતી સિંહ કહે છે, 'એવો શો એવો હોવો જોઈએ કે ટ્રોલ્સ સામે બેઠેલા હોવા જોઈએ જેથી તેઓને સાંભળવી શકાય. આ પછી મલાઈકા ફોન પર કોમેન્ટ્સ વાંચવા લાગે છે. મલાઈકા અરોરાએ વાંચ્યું આ ઉંમરે તમે કેવા પોશાક પહેર્યા છો? આના જવાબમાં ભારતી કહે છે, 'શું તમે તેના પિતા છો? તે જે પણ પહેરવા માંગે છે, તે તેનું શરીર છે. ક્યારેક આપણે પાતળા લોકો વિશે વાત કરીએ છીએ અને ક્યારેક આપણે જાડા લોકોની વાત કરીએ છીએ, શું તમે લોકો આટલા આળસુ છો? તમે કોઈ કામધંધા નથી કરતા?'