Movies Release: બૉલીવુડ એક્ટર વરુણ ધવન અને કૃતિ સેનનની મચ અવેટેડ હૉરર-કૉમેડી ફિલ્મ 'ભેડિયા' બૉક્સ ઓફિસ પર રિલીઝ થઇ ચૂકી છે. અમર કૌશિક દ્વારા નિર્દેશિત આ 'ભેડિયા' ફિલ્મની સીધી ટક્કર અજય દેગવન સ્ટારર ‘દ્રશ્યમ 2’ સાથે છે. હાલમાં અજય દેવગન સ્ટારર દ્રશ્યમ 2 બૉક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. હવે જોવાનુ એ રહ્યું કે ભેડિયા દ્રશ્યમને કેટલી ટક્કર આપી શકે છે. ઓવરસીઝ સેન્સર બોર્ડ મેમ્બર ઉમેર સંધૂએ ફિલ્મનો ફર્સ્ટ રિવ્યૂ આપ્યો છે. તેમને પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી ફિલ્મને 5 માંથી 3.5 રેટિંગ આપ્યા છે. 


લાંબા સમય બાદ આવી છે વરુણ ધવન અને કૃતિ સેનનની જોડી - 
આ ફિલ્મને જોવાનુ એક કારણ એ છે કે, આ ‘ભેડિયા’ ફિલ્મમાં લાંબા સમય બાદ વરુણ ધવન અને કૃતિ સેનન એકસાથે કામ કરી રહ્યાં છે. આ પહેલા બન્ને વર્ષ 2015માં આવેલી શાહરૂખ ખાન અને કાજોલની દિલવાલેમાં એકસાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં આ બે ઉપરાંત અભિષેક બેનર્જી અને દીપક ડોબરિયાલે મુખ્ય ભૂમિકા નિભાવી છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સનુ માનીએ તો ‘ભેડિયા’ની એડવાન્સ બુકિંગના પહેલા દિવસે 30 હજાર ટિકીટો વેચાઇ ગઇ છે. મોટા શહેરોમાં ફિલ્મની ઓક્યૂપેન્સી રેટ ઠીક ઠાક ચાલી રહ્યો છે.


શું છે ‘ભેડિયા’ ફિલ્મનું બજેટ - 
‘ભેડિયા’નું ટીજર અને ટ્રેલરને પહેલા રિલીઝ થઇ ચૂક્યુ હતુ, અને આ બન્ને ઓડિયન્સને ખુબ પસંદ આવ્યુ હતુ, જોકે હવે ફિલ્મ કેટલ પસંદ આવશે તે જોવાનુ રહેશે, ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મને 'સ્ત્રી' જેવી કૉમેડી હૉરર ફિલ્મને બનાવારા નિર્દેશક અમર કૌશિકે ‘ભેડિયા’ ફિલ્મનુ નિર્દેશન કર્યુ છે, આ ફિલ્મનું બજેટ 60-70 કરોડની આસપાસનું છે. મીડિયા રિપોર્ટસ અનુસાર, શરૂઆતી આંકડાઓ અનુસાર, ફિલ્મએ પહેલા દિવસે 7 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. જોકે, આ ફિલ્મનુ રિવ્યૂ પણ હાલમાં ઠીક ઠાક મળી રહ્યો છે. 


ભેડિયાની કહાણી -
'ભેડિયા'ની કહાણી અરુણાચલ પ્રદેશના જંગલોથી શરૂ થાય છે. આમાં વરુણ ધવને ભાસ્કરનો રૉલ નિભાવ્યોછે. જેને એક રાત્રે ભેડિયા કરડી જાય છે. આ પછી ભાસ્કરમાં ભેડિયાની આત્મા આવી જાય છે. તે હંમેશા રાત્રે ભેડિયા બની જાય છે. દુરથી કોઇની પણ હરકતને સાંભળવા લાગે છે, અને તેની અંદર કેટલાય માણસોની તાકાત આવી જાય છે. હવે ભાસ્કર ઠીક થઇ જાય છે કે નહીં એ તો ફિલ્મ જોઇને જ જાણી શકાશે.