Rakhi Sawant B'day Special: બૉલીવુડ એક્ટ્રેસ અને ડ્રામા ક્વિન રાખી સાવંતનો આજે 44મો જન્મદિવસ છે, રાખીના બર્થડે પર જુઓ આદિલ સાથે તેના પ્રેમભર્યા સંબંધોની એક સુંદર ઝલક. બૉલીવુડ એક્ટ્રેસ રાખી સાવંતનો આજે જન્મદિવસ છે, રાખી 25 નવેમ્બરે પોતાનો 44મો જન્મદિવસ મનાવી રહી છે. રાખીને બૉલીવુડી ડ્રામા ક્વિન પણ કહેવામાં આવે છે.
રાખી સાવંતના જન્મદિવસના આ ખાસ પ્રસંગે આજે અમે તમને બૉયફ્રેન્ડ આદિલ અને તેને સંબંધોની એક સુંદર ઝલક બતાવી રહ્યાં છીએ. એક્ટ્રેસ રાખી સાવંત આજકાલ આદિલ દુર્રાનીને ડેટ કરી રહી છે. એટલુ જ નહીં સમાચાર એ પણ છે કે, બન્ને સગાઇ પણ કરી ચૂક્યા છે.
બન્ને હંમેશા ખુલ્લેઆમ એકબીજા સાથે જબરદસ્ત પ્રેમનો ઇજહાર કરતા દેખાય પણ છે. રાખી સાવંત અને આદિલની જોડી આખા વર્ષ સુધી ઇન્ટરનેટ પર ટ્રેન્ડમાં રહી છે, અને બન્નેની તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થતી રહી છે. રાખી સાવંત બધાની સામે અદિલની હંમેશા પ્રસંશા કરતી દેખાય છે. એકવાર રાખીએ બતાવ્યુ હતુ કે આદિલને ખુદની કારનો બિઝનેસ છે.
કાર ઉપરાંત આદિલના કેટલાય બીજા બિઝનેસ પણ છે, બન્ને દરેક ઇવેન્ટમાં સાથે જ દેખાય છે. એટલુ જ નહીં રાખી સાવંત અને આદિલ બન્ને એકસાથે એક મ્યૂઝૂકમાં પણ દેખાઇ ચૂક્યા છે. જેનુ ટાઇટલ હતુ - 'તૂ મેરે દિલ મે રહને કે લાયક નહીં'