Bholaa Review: અજય દેવગન સ્ટારર 'ભોલા' આજે બૉક્સ ઓફિસ પર રિલીઝ થઇ ગઇ છે અને આને જોવા માટે લોકો થિએટર્સમાં જઇ રહ્યાં છે. ફિલ્મ રિલીઝ પહેલા આની સ્ક્રીનિંગ રાખવામાં આવી હતી, જેમાં કેટલાય સેલેબ્સની સાથે કાજોલે પણ ફિલ્મ જોઇ, કાજોલે પતિ અજય દેવગનની ફિલ્મ જોયા બાદ આને લઇને પોતાનો રિવ્યૂ શેર કર્યો છે. 


કાજોલે પોતાના પતિ અજય દેવગનના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ભોલાના ખુબ વખાણ કર્યા છે. ફિલ્મ જોયા બાદ તેણે ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક શાનદાર રિવ્યૂ શેર કર્યો. તેણીએ લખ્યું, "મસ્ટ મસ્ટ વૉચ, ફૂલ પૈસા વસૂલ. અજય, હું પુરેપુરા સમય સુધી તાળીઓ પાડતી રહી અને ચીયર કરતી રહી. #ભોલા આવતીકાલે 3Dમાં રિલીઝ થઈ રહી છે."




નોંધનીય છે કે, અજય દેવગનની 'ભોલા' તમિલ હિટ 'કૈથી'ની સત્તાવાર હિન્દી રિમેક છે. તે "વન-મેન આર્મી"ની વાર્તા તરીકે સ્ટાઇલ કરવામાં આવી છે, જે વિવિધ સ્વરૂપો, માનવ અને અન્ય દુશ્મનોના ટોળા સાથે લડે છે. મૂળ ફિલ્મ એક પૂર્વ અપરાધીની આસપાસ ફરે છે, જે જેલમાંથી છૂટ્યા પછી તેની પુત્રીને પ્રથમ વખત મળવાનું નક્કી કરે છે, પરંતુ તે પોલીસ અને ડ્રગ માફિયા સાથે આમનો સામનો થઇ જાય છે. આ ફિલ્મમાં દીપક ડોબરિયાલ, સંજય મિશ્રા, વિનીત કુમાર, ગજરાજ રાવ અને તબુ પણ મુખ્ય ભૂમિકામાં છે.