ભોપાલઃ બૉલીવુડ અભિનેત્રી સની લિયૉની ફરી એકવાર વિવાદોમાં ઘેરાઇ છે, આ વખતે તેને એક ગીત પર ડાન્સ કરવો ભારે પડી ગયો છે. ગીતના શબ્દો અને તેના પર અશ્લીલ ડાન્સ કરવાના કારણે સની લિયૉનીને માફી માંગવાનુ કહેવામાં આવ્યુ છે. મધ્યપ્રદેશના ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રાએ સની લિયૉની અને શારિબ અને તોશીને ખુલ્લેઆમ પડકાર ફેંક્યો છે કે, જો યુટ્યૂબ પરથી ગીત ના હટાવ્યુ તો કાયદેસરની કાર્યવાહી કરશે. 


ગીતકાર શારિબ ગીતના શબ્દો બદલવા માટે થયો તૈયાર -
ઉલ્લેખનીય છે કે ગીત પર વિવાદ બાદ ગીતકાર શારિબ ગીતના શબ્દો બદલા પર તૈયાર થઇ ગયો છે. મ્યૂઝિક લેબલ સારેગામા (Music Label Saregama) એ એલાન કર્યુ છે કે લિરિક્સ બદલવામાં આવશે. કંપનીએ કહ્યું કે, તાજેતરમાં જ મળેલી પ્રતિક્રિયા બાદ ગીતનુ લિરિક્સ અને ગીતના નામ મધુબન (Lyrics and Name of Song Madhuban) ને બદલશે. કંપનીએ કહ્યું કે નવુ ગીત આગામી ત્રણ દિવસોમાં તમામ પ્લેટફોર્મ પર જુના ગીતની જગ્યા લઇ લેશે. 


સની લિયૉનીનું આ ગીત 22 ડિસેમ્બરે રિલીઝ થયું છે. જે બાદ આ ગીત વધુને વધુ વાયરલ થયું, પરંતુ લોકોએ તેને આ વાત પર ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. આ ગીત `મધુબન મેં રાધિકા નાચે રે`ના લિરિક્સ વિશે લોકોનું કહેવું છે કે સની જે રીતે તેમાં ડાન્સ કરી રહી છે અને આ ગીતના લિરિક્સ પ્રમાણે તે ખૂબ જ વાંધાજનક છે, રાધા અમારા માટે પૂજનીય છે. તેનાથી હિંદુઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી છે. આ વાતને લઇને મંત્રી નરોત્તમ મિશ્રાએ પણ આપત્તિ દર્શાવી છે, વિવાદ હજુ પણ ચાલી રહ્યો છે. 


નરોત્તમ મિશ્રાએ ટ્વીટ કરી ચેતવણી આપી 
સની લિયૉનીના આ ગીત પર નરોત્તમ મિશ્રા વાંધો ઉઠાવ્યો છે, અને  આ માટે ટ્વીટ કર્યું અને લખ્યું કે- કેટલાક વિધર્મીઓ સતત હિંદુ ભાવનાઓને ઠેસ પહોંચાડી રહ્યા છે. 'મધુબનમાં રાધિકા ડાન્સ કરે છે' એવો જ એક અશુભ પ્રયાસ છે. હું સની લિયોન જી અને શારીબ તોશી જીને સૂચના આપી રહ્યો છું. જો બંને ત્રણ દિવસમાં માફી માંગીને ગીત હટાવે નહીં તો અમે તેમની સામે કાર્યવાહી કરીશું.


 


આ પણ વાંચો........ 


હવે ખાવાનું ઓનલાઈન ઓર્ડર કરવું અને કપડાં ખરીદવા પડશે મોંઘા, 1 જાન્યુઆરીથી GSTના નિયમો બદલાશે


Booster Dose: કોરોના વેક્સીનના બૂસ્ટર ડોઝને લઈને આવ્યા આ મોટા સમાચાર, જાણો બીજા ડોઝ પછી કેટલો ગેપ હશે


Government Scheme: કેન્દ્ર સરકાર આ લોકોને પૂરા 10,000 રૂપિયા આપી રહી છે, ખાતામાં સીધા આવશે રૂપિયા


SBI Recruitment: SBI 19 નિષ્ણાત કેડર અધિકારીઓની ભરતી કરશે, 13 જાન્યુઆરી સુધી અરજી કરી શકાશે


Bank of Baroda Recruitment 2021: બેંક ઓફ બરોડામાં અરજી કરવા માટે માત્ર બે દિવસ બાકી છે, પરીક્ષા અને ખાલી જગ્યાની વિગતો જુઓ