Bigg Boss 16 Winner: ટીવી પરના સૌથી લોકપ્રિય રિયાલિટી શોમાંથી એક 'બિગ બોસ 16' આ દિવસોમાં ખૂબ જ ચર્ચામાં છે. આવતીકાલે ફિનાલે થવા જઈ રહ્યો છે અને ટોપ 5માં શાલિન ભનોટ (Shalin Bhanot), અર્ચના ગૌતમ (Archana Gautam), એમસી સ્ટેન (MC Stan), શિવ ઠાકરે (Shiv Thakarey) અને પ્રિયંકા ચહર ચૌધરી(Priyanka Chahar Choudhary) છે. માત્ર એક દિવસમાં ખબર પડી જશે કે કોણ વિજેતા છે. દરેક જણ વિજેતા વિશે પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે.
'બિગ બોસ 16'નો વિજેતા કોણ છે ?
રાખી સાવંતે (Rakhi Sawant)જણાવ્યું છે કે તેના મતે કોણ વિજેતા બની શકે છે. રાખી 'બિગ બોસ'ની ઘણી સીઝનમાં જોવા મળી છે. તે 'બિગ બોસ સિઝન 1', સિઝન 14 અને સિઝન 15માં પણ જોવા મળી હતી અને ફાઇનલિસ્ટ બની હતી. ભલે તેને વિજેતાની ટ્રોફી ન મળી, પરંતુ તેને લોકોનો ઘણો પ્રેમ મળ્યો. તે હંમેશા ટ્રોફી કરતા પૈસાને વધુ મહત્વ આપતી હતી અને તેથી જ તેણે વિજેતા બનવા કરતાં વધુ પૈસા લઈને બહાર જવું યોગ્ય માન્યું હતું. તે 'બિગ બોસ'ની દરેક સીઝનમાં આવું જ કરે છે.
રાખી સાવંતે ત્રણ સ્પર્ધકોના નામ આપ્યા
હાલમાં જ રાખી સાવંત મુંબઈમાં જોવા મળી હતી. પાપારાઝીએ અભિનેત્રીને ઘેરી લીધી અને તેને 'બિગ બોસ 16' (Bigg Boss 16 Winner)ના વિજેતા વિશે સવાલ કર્યો. રાખીએ જણાવ્યું કે તેના અનુસાર 'બિગ બોસ 16'ના ત્રણ વિનર છે. તેણે પ્રિયંકા, શિવ અને શાલીનના નામ લીધા. રાખીએ કહ્યું કે તેના માટે આ ત્રણ વિજેતા છે. અભિનેત્રીએ એમ પણ કહ્યું કે એમસી સ્ટેને 40 લાખ રૂપિયાની બેગ લઈને બહાર જવું જોઈએ.અભિનેત્રીએ કહ્યું કે તે ક્યારેય બિગ બોસની વિજેતા બની શકી નથી.
તમે 'બિગ બોસ 16'નો ગ્રાન્ડ ફિનાલે ક્યારે અને ક્યાં જોઈ શકશો?
'બિગ બોસ 16'નો ગ્રાન્ડ ફિનાલે (Bigg Boss 16 Grand Finale)12 ફેબ્રુઆરી 2023ના રોજ યોજાશે. બિગ બોસના ઈતિહાસમાં આ પહેલીવાર બનશે જ્યારે શોનો ગ્રાન્ડ ફિનાલે 5 કલાક ચાલશે. કલર્સ ચેનલ પર સાંજે 7 વાગ્યાથી ફિનાલે શરૂ થશે. તમે OTT પ્લેટફોર્મ Voot પર ફિનાલે પણ માણી શકો છો. માત્ર એક દિવસમાં ખબર પડી જશે કે કોણ વિજેતા છે.