મુંબઇઃ વર્ષ 2020 માત્ર બૉલીવુડ નહીં પરંતુ આખી દુનિયા માટે નુકશાકારક સાબિત થઇ રહ્યું છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કેટલાય સ્ટાર કલાકારોએ વર્ષે દુનિયાને અલવિદા કહી દીધી છે. હવે આ લિસ્ટમાં વધુ એક એક્ટરનુ નામ ઉમેરાઇ ગયુ છે, તે છે એક્ટર અને કૉમેડિયન જગદીપ. શોલેમાં સૂરમા ભોપાલીનુ જબરદસ્ત પાત્ર ભજવ્યા બાદ જગદીપને ખુબ લોકપ્રિયતા મળી હતી. બુધવારે અભિનેતા જગદીપે મુંબઇ સ્થિત પોતાના ઘરે 81 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લઇ લીધા છે.
એક્ટર જગદીપનુ અસલી નામ સૈયદ ઇશ્તિયાક અહેમદ જાફરી હતુ. તેનો જન્મ 29 માર્ચ 1939ના રોજ થયો હતો.
તેમના પરિવારમાં પુત્ર જાવેદ જાફરી અને નાવેદ જાફરી છે. જાવેદ અભિનેતા અને ડાન્સર તરીકે ઓળખાય છે, તેને નાવેદની સાથે લોકપ્રિય ડાન્સ શૉ બૂગી વૂગી કર્યુ હતુ. આ શૉનુ નિર્દેશન નાવેદે કર્યુ હતુ.
જગદીપે પોતાની કેરિયર 1951માં અફસાના ફિલ્મથી શરૂ કરી હતી. 29 માર્ચ 1939માં જન્મેલા અભિનેતા જગદીપે અનેક ફિલ્મ કરી, તેમાં શોલે સૌથી બ્લૉકબ્લસ્ટર રહી.
ખાસ વાત છે કે, અભિનેતા જગદીપે 400થી વધુ ફિલ્મી કરી હતી. જગદીપે પોતાની કેરિયરની શરૂઆત એક ચાઇલ્ડ એક્ટર તરીકે કરી હતી, તેની પહેલી ફિલ્મ બીઆર ચોપડાના નિર્દેશિત અફસાના હતી. અભિનેતાને ફિલ્મના મહેનતાના તરીકે ત્રણ રૂપિયા આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો, પરંતુ એક ડાયલૉગ બાદ આ રકમને બેગણી કરી દેવામાં આવી હતી. જગદીપે ફિલ્મોમાં સાઇડ એક્ટર અને કૉમેડિયન તરીકે જ નહીં પરંતુ લીડ રૉલમાં પણ કામ કર્યુ છે.
આ ઉપરાંત ફિલ્મ પુરાના મંદિર માં પણ મચ્છરની ભૂમિકા અને ફિલ્મ અંદાજ અપના અપનામાં સલમાન ખાનના પિતાના રૉલમાં ખુબ લોકપ્રિયતા મળી હતી. તેને દર્શકોનુ જબરદસ્ત મનોરંજન કર્યુ હતુ. જગદીપે એક ફિલ્મનુ નિર્દેશન પણ કર્યુ હતુ,
પહેલા ડાયલૉગ બાદ બેગણી કરી દેવામાં આવી જગદીપની ફી, આવી હતી બૉલીવુડમાં તેમની સફર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Jul 2020 09:48 AM (IST)
જગદીપે પોતાની કેરિયર 1951માં અફસાના ફિલ્મથી શરૂ કરી હતી. 29 માર્ચ 1939માં જન્મેલા અભિનેતા જગદીપે અનેક ફિલ્મ કરી, તેમાં શોલે સૌથી બ્લૉકબ્લસ્ટર રહી
- - - - - - - - - Advertisement - - - - - - - - -