મુંબઇઃ બૉલીવુડના લેજેન્ડરી એક્ટર અને કૉમેડિયન જગદીપનુ 81 વર્ષની ઉંમરે નિધન થઇ ગયુ છે. વધતી ઉંમરના કારણે અનેક પ્રકારની તકલીફો સામે એક્ટર ઝઝૂમી રહ્યો હતો, એક્ટરે મોડી રાત્રે મુંબઇ સ્થિત પોતાના ઘરે 8.40 વાગે અંતિમ શ્વાસ લીધા. એક્ટર જગદીપનુ અસલી નામ સૈયદ ઇશ્તિયાક અહેમદ જાફરી હતુ. તેનો જન્મ 29 માર્ચ 1939ના રોજ થયો હતો.
અભિનેતા જગદીપ 400થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂક્યો હતો, તેને વર્ષ 1975માં આવેલી સૌથી પૉપ્યૂલર ફિલ્મ શોલેમાં સૂરમા ભોપાલીના પાત્રથી ખુબ લોકપ્રિયતા મળી હતી.
આ ઉપરાંત ફિલ્મ પુરાના મંદિર માં પણ મચ્છરની ભૂમિકા અને ફિલ્મ અંદાજ અપના અપનામાં સલમાન ખાનના પિતાના રૉલમાં ખુબ લોકપ્રિયતા મળી હતી. તેને દર્શકોનુ જબરદસ્ત મનોરંજન કર્યુ હતુ. જગદીપે એક ફિલ્મનુ નિર્દેશન પણ કર્યુ હતુ, જેનુ નામ સૂરમા ભોપાલી હતુ. આ ફિલ્મનો લીડ રૉલ પણ જગદીપે જ નિભાવ્યો હતો.
જગદીપે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની કેરિયરની શરૂઆત 1951માં બીઆર ચોપડાની ફિલ્મ અફસાનાથી કરી હતી. આ ફિલ્મમાં જગદીપે એક બાળ કલાકાર તરીકે કામ કર્યુ હતુ. આ પછી તેને કેટલીય ફિલ્મોમાં પોતાનુ જાદુ ચલાવ્યો હતા. તેને એક પછી એક કેટલીય બેસ્ટ ફિલ્મો આપી હતી.
ફિલ્મ 'શોલે'ના 'સૂરમા ભોપાલી'નું 81 વર્ષની ઉંમરે થયું નિધન, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Jul 2020 09:30 AM (IST)
અભિનેતા જગદીપ 400થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂક્યો હતો, તેને વર્ષ 1975માં આવેલી સૌથી પૉપ્યૂલર ફિલ્મ શોલેમાં સૂરમા ભોપાલીના પાત્રથી ખુબ લોકપ્રિયતા મળી હતી
- - - - - - - - - Advertisement - - - - - - - - -