Mithun Chakraborty Life Facts: આજે મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty)નો 72મો જન્મદિવસ છે. મિથુન ચક્રવર્તી 90 ના દાયકાનો નંબર વન સ્ટાર રહ્યો છે. તેને બૉલીવુડને કેટલીય બેસ્ટ ફિલ્મો આપી છે. મિથુને 1976માં આવેલી ફિલ્મ મૃગયાથી બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. પરંતુ તેને પૉપ્યૂલારિટી મળી ફિલ્મ ડિસ્કો ડાન્સરથી. આ ફિલ્મનુ ગીત 'આઇ એમ એ ડિસ્કો ડાન્સર' આજે પણ લોકોના હોઠો પર છે. ભારતમાં આ પહેલી ફિલ્મ હતી જેને 100 કરોડ રૂપિયાથી વધુ કમાણી કરી હતી. 


મિથુન ચક્રવર્તીનો જન્મ મીડલ ક્લાસ ફેમિલીમાં થયો હતો, પણ પોતાની મહેનત અને કાબેલિયતના કારણે આજે તે કરોડોનો માલિક છે. મિથુન ચક્રવર્તી એક સમયે નક્સલી હતો. મિથુન ચક્રવર્તીનો જન્મ 16 જૂન 1950 એ કોલકત્તામાં થયો હતો. બીએસસીનો અભ્યાસ કર્યા બાદ તેને ફિલ્મ ટેલિવિઝન ઇન્સ્ટીટ્યૂટ પુમેમાંથી ગ્રેજ્યૂએશન કર્યુ. મિથુન ચક્રવર્તી અભ્યાસ પછી નક્સલીના ગૃપ સાથે જોડાઇ ગયો હતો. 


તેના પરિવારને તે નક્સલી બન્યો તેની નવાઇ ના હતી લાગી, પરંતુ એક દિવસ મિથુન ચક્રવર્તીના ભાઇનુ એકસ્માતમાં મોત થઇ ગયુ. ત્યારબાદ મિથુન ચક્રવર્તી ઘરે પરત આવી ગયો અને પછી પાછુ વળીને નથી જોયુ. 80 ના દાયકામાં બસ તેનુ જ નામ હતુ. પરંતુ એક જમાનો એવો પણ આવ્યો જ્યારે મિથુન ચક્રવર્તી ફિલ્મોમાં સતત ફ્લૉપ થવા લાગ્યો હતો. 1993થી 1998 સુધી તેની સળંગ 33 ફિલ્મો ફ્લૉપ થઇ, પરંતુ ફિલ્મો ફ્લૉપ થવા છતાં તેના સ્ટારડમમાં કોઇ અસર ના પડી. તે સમયે પણ મિથુન ચક્રવર્તી સતત 12 ફિલ્મો સાઇન કરી હતી.  


મિથુન ચક્રવર્તીની મુલાકાત ફિલ્મ જાગ ઉઠા ઇન્સાનના સેટ પર યોગિતા બાલી (Yogita Bali) સાથે થઇ, આવામાં બન્ને શૂટિંગ દરમિયાન નજીક આવ્યા, મિથુન ચક્રવર્તીએ એક ઇન્ટરવ્યૂમાં ખુદ કબુલ કર્યુ હતુ કે તેને શ્રીદેવી (Sridevi) સાથે ગુપચુપ લગ્ન કરી લીધા હતા, પરંતુ શ્રીદેવી ઇચ્છતી હતી કે મિથુન ચક્રવર્તી તેની પત્ની તલાક આપીને તેની પાસે આવી જાય, પરંતુ યોગિતા બાલી માટે તેને આ સંબંધ તોડી નાંખ્યો હતો. હાલ યોગિતા અને મિથુન ચક્રવર્તીને ચાર બાળકો છે. ત્રણ દીકરા મિમોહ, નામાશી અને ઉસ્મય અને તેની દીકરી દિશાનીનો ખોળે કરી છે. મિથુન ચક્રવર્તીની નેટવર્થ 282 કરોડ રૂપિયા છે, તે એક્ટિંગ ઉપરાંત બિઝનેસ, હૉસ્ટ તરીકે પણ શૉ અને બ્રાન્ડ એન્ડૉર્સમેન્ટમાથી પણ સારી એવી કમાણી કરે છે.