ખુશ્બુ સુંદર કોંગ્રેસમાં તાજેતરમાં જ ભાજપમાં સામેલ થઇ છે, આ કારણે આ રોડ અકસ્માતની દૂર્ઘટના પર તેનો આડકતરી રીતે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો છે. ખુશ્બુ સુંદરે આ અકસ્માતને લઈને ષડયંત્ર તરફ ઈશારો કર્યો છે. ખુશ્બુ સુંદરે આ અકસ્માતની જાણકારી ટ્વિટ કરીને આપી. પોલીસ કન્ટેઈનરના ડ્રાઈવરની પુછપરછ કરી રહી છે.
ખુશ્બુ સુંદરે ટ્વિટ કરીને કહ્યું હતું કે, અમારી કાર રોડ પર એકદમ યોગ્ય લાઈનમાં ચાલી રહી હતી પરંતુ અચાનક એક ટેંકરે આવીને અમારી કારને ટક્કર મારી દીધી. આ અકસ્માત મોલામરવાથુર નજીક ઘટ્યો હતો. ખુશ્બુ સુંદર વેલ યાત્રી કાર્યક્રમમાં હાજરી આપવા માટે કડલોર જઈ રહી હતી.
ખુશ્બુ સુંદરે ટ્વિટર પર લખ્યું કે- ભગવાન મુરુગને તેમને બચાવી લીધા. તેમના પતિને ભગવાન મુરુગન પર અપાર શ્રદ્ધા છે. તેમણે જણાવ્યું કે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.