નવી દિલ્હીઃ બૉલીવુડ અને કૉલીવુડમાં પોતાની આગવી અદાકારીથી લોકોના દિલ પર રાજ કરનારા અને બીજેપી સાંસદ બનેલા એક્ટર રવિ કિશને લોકસભામાં મોટો મુદ્દો ઉઠાવ્યો છે. એક્ટર રવિ કિશન લોકસભામાં બૉલીવુડ ડ્રગ્સ કનેક્શનને લઇને ચિંતા દર્શાવી છે, તેને ડ્રગ્સનો ઇશ્યૂ ઉઠાવીને તપાસ અને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે.


એક્ટર રવિ કિશને લોકસભામાં કહ્યું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડ્રગ્સની લત ખુબ વધી ગઇ છે, આ મામલામાં કેટલાય લોકોને પકડવામાં પણ આવ્યા છે, આને લઇને તેને એનસીબીની કાર્યવાહીની પ્રસંશા કરી છે.



એક્ટર રવિ કિશને શું કહ્યું લોકસભામાં....
એક્ટર રવિ કિશને લોકસભામાં કહ્યું- ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડ્રગ્સની લત ખુબ વધી ગઇ છે. કેટલાક લોકોને પકડવામાં પણ આવ્યા છે. એનસીબી બહુ જ સારુ કામ કરી રહી છે. હું કેન્દ્ર સરકારને અપીલ કરુ છુ કે આના પર સખત કાર્યવાહી કરે, દોષીઓને જલ્દીથી જલ્દી પકડે અને તેમને સજા અપાવે, જેથી પાડોશી દેશના કાવતરાનો અંત થાય.

એક્ટર રવિ કિશને કહ્યું કે ડ્રગ્સની લત અને તસ્કરીની સમસ્યા ખુબ વધી ગઇ છે. આ દેશના યુવાઓ બરબાદ થઇ રહ્યાં છે. આપણો પાડોશી દેશ ડ્રગ્સની તસ્કરીમાં મદદ કરી રહ્યો છે. પાકિસ્તાન અને ચીનમાંથી દર વર્ષે ડ્રગ્સની તસ્કરી થઇ રહી છે. આ પંજાબ અને નેપાલના રસ્તેથી લાવવામાં આવી રહ્યુ છે. એક્ટર રવિ કિશન લોકસભાના પહેલા દિવસે દેશનો સૌથી મોટો અને મહત્વનો મુદ્દો ઉઠાવ્યો હતો.